Breaking News Live: ભારત કયારે બનશે વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર ? જાણો રિપોર્ટમાં શું થયો ખુલાસો
ભીલવાડામાં એક સોફ્ટવેર એન્જિનિયરને કન્હૈયાલાલ હત્યા કેસની જેમ માથું કાપી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ યુવકનો આખો પરિવાર ડરી ગયો છે.

Background
Breaking News Updates: ભીલવાડામાં એક સોફ્ટવેર એન્જિનિયરને કન્હૈયાલાલ હત્યા કેસની જેમ માથું કાપી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ યુવકનો આખો પરિવાર ડરી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુવારે સોફ્ટવેર એન્જિનિયરના ઘરની બાલ્કનીમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં તેને ધર્મ પરિવર્તનની ધમકી આપવામાં આવી હતી. જો તમે ન સાંભળો તો માથું શરીરથી અલગ કરવાનું લખવામાં આવ્યું છે.
એન્જિનિયરે સુભાષ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. સુભાષ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી નંદલાલ રિનવાએ જણાવ્યું કે શહેરના વિદ્યુત નગરમાં રહેતા વિજય અગ્રવાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે પુણેની એક બેંકમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તે ચાર દિવસ પહેલા જ ભીલવાડા પરત ફર્યો છે.
2029માં ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનશે
India is likely to get the tag of the 3rd largest economy in 2029, a movement of 7 places upwards since 2014 when India was ranked 10th, stated Research Report from the State Bank of India’s Economic Research Department pic.twitter.com/MmaAv6kCHk
— ANI (@ANI) September 3, 2022
ડાંગમાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે. સાપુતારા ઘાટમાર્ગમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સામગહાન, બારીપાડા વિસ્તારમાં પણ વરસાદ છે. ભારે બફાર વચ્ચે સમગ્ર ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે.





















