2000 Rupee Notes: શું RBI 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરવા જઇ રહી છે!, જાણો સરકારે શું આપ્યો જવાબ?
રાજમણી પટેલે સરકારને પૂછ્યું કે શું તેણે બેંકોને ફરજિયાત સૂચનાઓ આપી છે કે તે રૂ. 2000 ની નોટો રિસર્ક્યુલેટ ન કરે
2000 Rupees Currency Notes: શું ભારતીય રિઝર્વ બેંક 2000 રૂપિયાની નવી ડિઝાઈનવાળી બૅન્કનોટ બહાર પાડવા જઈ રહી છે? શું આરબીઆઈ મહાત્મા ગાંધી સીરિઝની 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની તૈયારી કરી રહી છે? અમે આ નથી પૂછી રહ્યા, પરંતુ આ પ્રશ્ન સંસદમાં કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યો છે. જ્યારે સરકારને રાજ્યસભામાં આ પ્રશ્ન પૂછ્યો ત્યારે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે આરબીઆઈ 2016માં 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરી ચૂકી છે.
રાજ્યસભાના સાંસદ રાજમણી પટેલે સરકારને આ પ્રશ્ન પૂછ્યો હતો, જેનો જવાબ નાણા રાજ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે. તેમણે સરકારને પૂછ્યું કે શું આરબીઆઈ 2000 રૂપિયાની નવી ડિઝાઇનવાળી બેન્ક નોટ મહાત્મા ગાંધીની નવી સીરિઝ વાળી ચલણી નોટ જાહેર કરી રહી છે અને જો એમ હોય તો આ નોટો કઈ તારીખે જાહેર કરવામાં આવી રહી છે? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે 2016માં જ મહાત્મા ગાંધી (નવી)ની સીરિઝવાળી રૂ. 2000ની નવી ડિઝાઈનની નોટો જાહેર કરી છે.
રાજમણી પટેલે સરકારને પૂછ્યું કે શું તેણે બેંકોને ફરજિયાત સૂચનાઓ આપી છે કે તે રૂ. 2000 ની નોટો રિસર્ક્યુલેટ ન કરે અને તેના બદલે આ નોટોને ભારતીય રિઝર્વ બેંકમાં જમા કરે. તો નાણા રાજ્યમંત્રીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આવી કોઈ સૂચના આપવામાં આવી નથી.
સંસદના આ જ સત્રમાં સરકારને પૂછવામાં આવ્યું કે શું આરબીઆઈએ બેંક એટીએમ દ્વારા 2000 રૂપિયાની નોટો આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, તો સરકારે આ બાબતોનો સખત ઇનકાર કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. નાણામંત્રીએ કહ્યું કે આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ, 2019-20 થી 2000 રૂપિયાની નોટની સપ્લાય માટે કોઈ માંગ કરવામાં આવી નથી.
FD Rate: માર્ચમાં કરો રોકાણ, અહીં જાણો ભારતમાં કઇ બેન્કમાં કેટલું મળે છે ટેક્સ સેવિંગ એફડી પર વ્યાજ, જાણો SBIથી લઇને HDFC, ICICI સુધી.....
Tax Saving Tips: જો તમે ટેક્સ સેવિંગ માટે લાસ્ટ મિનીટમાં રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યાં છો, અને સાથે જ વધુ વ્યાજ પણ મેળવવા માંગો છો, તો તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપૉઝિટમાં રોકાણ કરી શકો છો. આ એફડી તમને ટેક્સ સેવિંગની સાથે રિટર્નનો પણ લાભ આપશે. આ રીતે તમે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C અંતર્ગત છૂટનો દાવો પણ કરી શકો છો.
ફિક્સ્ડ ડિપૉઝિટ પર ટેક્સનો લાભ પાંચ વર્ષ માટે લૉક ઇન પીરિયડ પર આપવામાં આવે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સની બચત કરી શકો છો. હર નાણાંકીય વર્ષ દરમિયાન આમાં રોકાણ કરીને 1.5 લાખ રૂપિયા સુધી બચાવી શકાય છે. અહીં કેટલીક બેન્કો વિશે જાણકારી આપવામાં આવી છે, જે તમને સૌથી વધુ વ્યાજ આપશે.
ટેક્સ બચાવવા માટે ક્યાં સુધી રોકાણનો મોકો -
જો તમે આ નાણાંકીય વર્ષમાં ટેક્સની સેવિંગ માટે રોકાણની યોજના બનાવી રહ્યાં છો, તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવુ પડશે, કેમ કે 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થશે. આવામાં તમારે ટેક્સ બચાવવા માટે લાસ્ટ સમયનો ઇન્તજાર ના કરવો જોઇએ.