શોધખોળ કરો

25 વર્ષમાં 5 કરોડનું ફંડ જોઈએ છે ? જાણો કેટલા રુપિયાની કરવી પડશે SIP  

આપણે ભવિષ્યની જરૂરિયાતો અને ધ્યેયોને પહોંચી વળવા માટે વર્ષો અગાઉથી નાણાં બચાવવાનું શરૂ કરીએ છીએ. કેટલાક લોકો બાળકોના શિક્ષણ માટે પૈસા જમા કરે છે.

આપણે ભવિષ્યની જરૂરિયાતો અને ધ્યેયોને પહોંચી વળવા માટે વર્ષો અગાઉથી નાણાં બચાવવાનું શરૂ કરીએ છીએ. કેટલાક લોકો બાળકોના શિક્ષણ માટે પૈસા જમા કરે છે, તો કેટલાક બાળકોના લગ્ન માટે પૈસા જમા કરે છે. કેટલાક લોકો તેમના બાળકોના વ્યવસાય માટે પૈસા જમા કરે છે, કેટલાક લોકો ઘર અને કાર ખરીદવા માટે પણ પૈસા જમા કરે છે અને કેટલાક લોકો તેમની નિવૃત્તિ માટે રોકાણ કરે છે. લાંબા ગાળાના લક્ષ્યો હાંસિલ કરવા માટે અમારી પાસે ઘણા લાંબા ગાળાના રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ, લાંબા ગાળાના ધ્યેયો હાંસિલ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ SIP એ વધુ સારું રોકાણ સાધન માનવામાં આવે છે. અહીં આપણે જાણીશું કે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવવા માટે તમારે દર મહિને કેટલી SIP કરવી પડશે ?

રિટર્ન આ 4 વસ્તુઓ પર આધાર રાખે છે 

SIPમાંથી રિટર્ન 4 મુખ્ય બાબતો પર આધાર રાખે છે. પહેલું એ છે કે તમારે કેટલા વર્ષ માટે રોકાણ કરવાનું છે, બીજું એ છે કે તમે કેટલા પૈસા જમા કરાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, ત્રીજું એ છે કે તમે કેટલા પૈસા રોકાણ કરશો અને ચોથું એ છે કે તમને કેટલા ટકા વળતર મળી રહ્યું છે. પ્રથમ ત્રણ બાબતોનો અમલ કરવો તે રોકાણકારોના હાથમાં હોઈ શકે છે પરંતુ ચોથી વસ્તુ એટલે કે વળતર કોઈના હાથમાં નથી. SIPમાં મળતું રિટર્ન સંપૂર્ણપણે શેરબજારની હિલચાલ પર આધારિત છે. પરંતુ, તમે જેટલા લાંબા સમય સુધી SIP કરશો, તમને કમ્પાઉન્ડિંગથી વધુ લાભ મળશે.

જો તમને 15 ટકા વળતર મળે તો કેટલી SIP કરવી પડશે ? 

જો તમારે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવાના હોય અને તમને દર વર્ષે અંદાજિત 12 ટકા વળતર મળે તો તમારે દર મહિને 26,500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે દર મહિને રૂ. 26,500ની SIP કરો છો, તો તમે 25 વર્ષમાં રૂ. 5 કરોડ જમા કરી શકો છો. જો તમને દર વર્ષે 15 ટકાનું અપેક્ષિત વળતર મળે છે, તો તમે માત્ર રૂ. 15,500ની SIP સાથે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયા જમા કરી શકો છો. વધુમાં, જો તમને દર વર્ષે 18 ટકાનું અપેક્ષિત વળતર મળે છે, તો તમે માત્ર રૂ. 8600ની SIP સાથે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયા એકઠા કરી શકો છો.

જો તમે SIP કરવા જઈ રહ્યા છો તો આ વાતોનું પણ ધ્યાન રાખો 

હવે અહીં નોંધનીય બાબત એ છે કે મ્યુચ્યુઅલ ફંડ SIP ક્યારેય એકસમાન વળતર આપતું નથી અને તેમાં હંમેશા વધઘટ થતી રહે છે. તેથી, તમારા ધ્યેયને હાંસલ કરવા માટે, તમારી ક્ષમતા મુજબ મહત્તમ સમય માટે SIPમાં શક્ય તેટલા પૈસા રોકાણ કરો. SIPની ખાસ વાત એ છે કે તમે દર મહિને તેની રકમ બદલી શકો છો. આ સાથે, તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે તમારે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાંથી મળેલી આવક પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પણ ચૂકવવો પડશે.  

SIP Mutual Fund માં બમ્પર રિટર્ન મેળવવા જાણી લો આ 10 ટિપ્સ

નોંધ: અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં કોયલીમાં IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા મચી અફડાતફડી
Vadodara: વડોદરામાં કોયલીમાં IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા મચી અફડાતફડી
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire at Vadodara: વડોદરામાં રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલBhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો કરાવ્યો પ્રારંભVav By Poll 2024 : ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસનો પ્રચાર , ગેનીબેને ભાજપ નેતાને આપ્યું ગુલાબનું ફૂલJustice Sanjiv Khanna : જસ્ટીસ સંજીવ ખન્ના બન્યા દેશના 51માં CJI

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં કોયલીમાં IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા મચી અફડાતફડી
Vadodara: વડોદરામાં કોયલીમાં IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા મચી અફડાતફડી
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Mutual Fund લોકોની પ્રથમ પસંદ, ઓક્ટોબરમાં રોકાણ 21 ટકા વધી આટલા હજાર કરોડને પાર 
Mutual Fund લોકોની પ્રથમ પસંદ, ઓક્ટોબરમાં રોકાણ 21 ટકા વધી આટલા હજાર કરોડને પાર 
Vav assembly bypoll:  ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Vav assembly bypoll: ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
Embed widget