Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Aadhaar update services at post office: ટપાલ વિભાગની અધિકૃત વેબસાઇટ અનુસાર, પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રોમાં મુખ્યત્વે બે પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.
Aadhaar updation centers near post office: જો તમારે પણ આધાર કાર્ડમાં કંઈક જરૂરી અપડેટ કરાવવું છે તો આ સમાચાર તમારા માટે છે. આધાર કાર્ડ અપડેટ કરાવવામાં આવતી સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે હવે લોકોને પોસ્ટ ઓફિસમાં પણ આ સુવિધા મળશે. સરકારે આ નિર્ણય આધાર કેન્દ્રો પર લાગતી લાંબી લાઇનોથી છુટકારો અપાવવા માટે લીધો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ટપાલ વિભાગે જનસુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે. હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસ જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે. આ માટે શુલ્ક પણ આધાર સેન્ટર જેટલું જ લાગશે.
ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ કરી છે. ટપાલ વિભાગની અધિકૃત વેબસાઇટ અનુસાર, પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રોમાં મુખ્યત્વે બે પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.
આધાર નોંધણી: નોંધણી પ્રક્રિયામાં લોકોની બાયોમેટ્રિક માહિતીનું ઇલેક્ટ્રોનિક કેપ્ચર કરવામાં આવે છે. અને આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે.
આધાર અપડેશન: આ અંતર્ગત લોકો નામ, ઇમેલ આઈડી, મોબાઇલ નંબર, સરનામું, જન્મ તારીખ, બાયોમેટ્રિક અપડેટ, ફોટો, 10 આંગળીઓના નિશાન અને આઈરિસ અપડેટ કરાવી શકે છે.
क्या आपका #आधार अप-टू-डेट है?
— India Post (@IndiaPostOffice) October 17, 2024
नहीं? तो फिर देर किस बात की?
अपने नज़दीकी डाकघर जाएँ
आसानी से अपडेट करवाएँ
और निश्चिंत हो जाएँ!
अपनों को भी याद दिलाएँ, साथ मिलकर सुविधा पाएँ!#DakSewaJanSewa #IndiaPost #AadharUpdation pic.twitter.com/DKHHWt3Jj1
ઇન્ડિયા પોસ્ટ અનુસાર, લોકોને આધાર સંબંધિત સેવાઓ આપવા માટે સમગ્ર ભારતમાં 13,352 આધાર નોંધણી સહ અપડેશન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તમે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ https://www.indiapost.gov.in/ પર જઈને ચેક કરી શકો છો કે આ સુવિધા કઈ કઈ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ છે.
IPPBની આ સેવાનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થશે જેઓ ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં રહે છે, જ્યાં બેંકિંગ અને નાણાકીય સેવાઓની પહોંચ ઓછી છે. આના દ્વારા નાગરિકો તેમના મોબાઈલ નંબરને આધાર સાથે લિંક અથવા અપડેટ કરી શકશે, જેનાથી તેમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહેશે.
આ પણ વાંચોઃ
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું