હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણી ગ્રુપના સ્ટોકમાં 20% સુધીનો કડાકો બોલી ગયો, સતત બીજા દિવસે સ્ટોકમાં વેચવાલી
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર અદાણી ગ્રૂપના ગ્રૂપ સીએફઓ જુગશિન્દર સિંઘે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચના પ્રકાશિત અહેવાલથી અમે આશ્ચર્યચકિત છીએ.
Adani Group stocks crash: અદાણી ગ્રૂપની સાત લિસ્ટેડ કંપનીઓના શેરમાં શુક્રવારે બીજા દિવસે કડાકો બોલી ગયો હતો. હિંડનબર્ગ રિસર્ચે જણાવ્યું હતું કે તેણે ગ્રૂપની અમુક સિક્યોરિટીઝમાં વેચાણની પોઝિશન લીધી હતી તે પછી કંપનીના સ્ટોકમાં કડાકો બોલી ગયો હતો. જો કે, અદાણી જૂથે અહેવાલને "પસંદગીયુક્ત ખોટી માહિતી અને વાસીનું દૂષિત સંયોજન" ગણાવ્યું અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિના સામ્રાજ્ય દ્વારા "બેશરમ" માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ મૂકતા તેના અહેવાલ પર યુએસ રોકાણકાર સામે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.
આજે શુક્રવારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 19% થી વધુનો ઘટાડો થયો હતો અને અદાણી ટોટલ ગેસ 19.1% સુધી ગબડી ગયો હતો. આ માર્ચ 2020 ના મધ્ય પછી કંપનીના સ્ટોકમાં સૌથી મોટો દૈનિક ઘટાડો હતો, જ્યારે અદાણી ગ્રીન એનર્જી લગભગ 16% નો કડાકો બોલી ગયો છે. અદાણી પાવરનો સ્ટોક 5 ટકા, અદાણી પોર્ટ્સનો સ્ટોક 4 ટકા અને અદાણી એન્ટરપ્રાઈસમાં પણ 4 ટકાનો કડાકો બોલી ગયો છે.
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર અદાણી ગ્રૂપના ગ્રૂપ સીએફઓ જુગશિન્દર સિંઘે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચના પ્રકાશિત અહેવાલથી અમે આશ્ચર્યચકિત છીએ કારણ કે તેમણે અમારો સંપર્ક કર્યા વિના કે સાચા તથ્યોની ચકાસણી કર્યા વિના અહેવાલ પ્રકાશિત કર્યો છે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે આ અહેવાલ ખોટી માહિતી, વાસી, પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોનું દૂષિત મિશ્રણ છે જેનું પરીક્ષણ અને ભારતની સર્વોચ્ચ અદાલતોએ નકારી કાઢ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે આ રિપોર્ટ અદાણી એન્ટરપ્રાઈઝના FPOને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી લાવવામાં આવ્યો છે. હિંડનબર્ગ રિસર્ચનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝની રૂ. 20000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) બે દિવસ પછી 27 જાન્યુઆરી, 2023ના રોજ ખુલવાની છે.
આજે અદાણી એન્ટરપ્રાઈસનો એફપીઓ ખુલ્યો
Adani Enterprises FPO: અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) આજથી ખુલી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટા FPO દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે તૈયાર છે. અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર આજથી 31 જાન્યુઆરી સુધી ખુલશે અને રોકાણકારો તેના FPOમાં અરજી કરી શકશે.
અદાણી એન્ટરપ્રાઇઝ એફપીઓ પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો
અદાણી એન્ટરપ્રાઈઝ FPO મારફતે બજારમાંથી રૂ. 20,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. રિટેલ રોકાણકારોને ડિસ્કાઉન્ટ પર શેર આપવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઇઝે એફપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 3112 થી રૂ. 3276 પ્રતિ શેર નક્કી કરી છે. લોઅર બેન્ડ પર કંપનીના સ્ટોક પર 13.5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે રિટેલ રોકાણકારોને રૂ.64નું અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.