શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Yes Bank પર આરબીઆઈના નિર્ણય બાદ તમારા મનમાં ઉઠી રહેલા દરેક સવાલના જવાબ
બેંક પર દેવાનો ભાર વધતો જઈ રહ્યો હતો અને બેંકનો સ્ટોક સતત નબળો પડી રહ્યો હતો. ગ્રાહકોને પોતાના રૂપિયાની ચિંતા સતાવી રહી હતી.
નવી દિલ્હી: રિઝર્વ બેન્કે ગુરુવારે મોડી સાંજે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36એસી હેઠળ પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડની મર્યાદા 50 હજારની જ કરી છે. બેન્કના કોઈ પણ ખાતેદાર હવે 50 હજારની રકમ જ ઉપાડી શકશે. રિઝર્વ બેન્કે બેન્કનું બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ ભંગ કરી દીધું છે. એસબીઆઈના માજી સીએફઓ પ્રશાંતકુમારને બેન્કના વહીવટદાર બનાવ્યા છે. યસ બેન્કને જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન 629 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. બેન્કે ડિસેમ્બર અંતે પૂરા થયેલા ત્રિમાસિક પરિણામો ટાળીને કહ્યું હતું કે 14 માર્ચ સુધીમાં પરિણામો જાહેર થશે. બેન્ક છેલ્લા એક વર્ષથી મુશ્કેલીમાં ફસાયેલી છે. 50 હજાર રૂપિયા સુધીની રકમનો પ્રતિબંધ 3 એપ્રિલ સુધી અમલમાં રહેશે. 16 વર્ષ જૂની યસ બેન્ક પાસે એનપીએ વધુ હોવાથી રોકડ નાણાંની તંગી ઊભી થઈ છે. બેન્કના પ્રમોટરનું હોલ્ડિંગ 8.33 ટકા છે.
યસ બેન્કના ખાતેદાર એક મહિનામાં 50 હજાર સુધીનો જ રોકડ ઉપાડ કરી શકશે. એટીએમ કે ઓનલાઈન વ્યવહાર પણ કરી શકશે નહીં, એટલું જ નહીં જે તે બ્રાન્ચ 50 હજાર રૂપિયા એક સામટા આપશે કે કેમ એ વિશે પણ શંકા છે. બેન્ક રોકડ તંગીના સંકટથી ઝઝૂમતી હોવાથી આટલી રોકડ લાવવી મુશ્કેલ હશે.
આરબીઆઈએ કેમ લીધો આ નિર્ણય?
આરબીએએ આ નિર્ણય એટલા માટે લીધો જેથી બેકંની નાણાંકીય હાલત સુધારી શકાય. ખાતા ધારકોના રૂપિયા ડૂબવાથી બચાવી શકાય. આરબીઆઈએ ગ્રાહકો અને બેંકની મદદ માટે એટલા માટે આવવું પડ્યું કારણ કે 2004માં શરૂ થયેલ યસ બેંકની આર્થિક સ્થિતિ ઠીક ન હતી.
બેન્ક આખા દેશમાં લગભગ 1 હજાર જેટલી શાખા ધરાવે છે. 1800 જેટલા ATM છે. બેન્કની સ્થાપના રાણા કપૂર અને તેમના ભાઈએ કરી હતી. પરંતુ રાણા કપૂરના ભાઈના અવસાન પછી કૌટુંબિક વિખવાદ થયો હતો.
બેંક ક્યારથી ગોટાળા કરી રહી હતી?
બેંક પર દેવાનો ભાર વધતો જઈ રહ્યો હતો અને બેંકનો સ્ટોક સતત નબળો પડી રહ્યો હતો. ગ્રાહકોને પોતાના રૂપિયાની ચિંતા સતાવી રહી હતી. 2018થી આરબીઆઈને લાગી રહ્યું હતું કે બેંક પોતાની એનપીએ અને બેલેન્સશીટમાં ગોટાળો છે. ત્યાર બાદ આરબીઆઈના દબાણમાં યસ બેંકના ચેરમેન રાણા કપૂરને પદ છોડવું પડ્યું.
યસ બેંકને લઈને હવે આગળ શું થશે?
YESની કમાન પોતાના હાથમાં લીધા બાદ આરબીઆઈએ નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ખાતાધારકોએ ગભરાવાની જરૂરત નથી. ટૂંકમાં જ બેંક માટે રીસ્ટ્રક્ચરિંગ પ્લાન રજૂ કરવામાં આવશે અને ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત કરવામાં આવશે. બીજી બાજુ યસ બેંકન નાણાંકીય સંકટમાંથી બહાર કાઢવા માટે એસબીઆઈ આગળ આવી શકે છે. એસબીઆઈએ યસ બેંકમાં રોકાણને મંજૂરી આપી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion