શોધખોળ કરો
Advertisement
ડેટા લીક મામલામાં ફેસબુક પર લાગી શકે છે 34 હજાર કરોડ રૂપિયાનો દંડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન વ્યાપાર મામલાને જોનારા ફેડરલ ટ્રેડ કમિશને માર્ચ 2018માં ફેસબુક પર લાગેલા કથિત ડેટા લીકના આરોપોની તપાસ શરૂ કરી હતી
નવી દિલ્હીઃ અમેરિકન નિયામકોએ ફેસબુક પર સોશિયલ નેટવર્કની ગુપ્તતા અને ડેટા સુરક્ષા ખામીઓ બદલ પાંચ અબજ ડોલર (લગભગ34 હજાર કરોડ રૂપિયા)નો દંડ નક્કી કર્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે શુક્રવારે આ જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન વ્યાપાર મામલાને જોનારા ફેડરલ ટ્રેડ કમિશને માર્ચ 2018માં ફેસબુક પર લાગેલા કથિત ડેટા લીકના આરોપોની તપાસ શરૂ કરી હતી. જેમાં કંપનીએ યુઝર્સની ગોપનિયતા અને સુરક્ષામાં ચૂકની દોષિત માની હતી.
અમેરિકન ન્યૂઝપેપર ધ વોલ સ્ટ્રિટ જર્નલના મતે ફેસબુક પર 2018માં બ્રિટિશ કંસલ્ટેન્સી ફર્મ કૈમ્બ્રિઝ એનાલિટિકાને પોતાના કરોડો યુઝર્સનો ડેટા આપવાનો આરોપ છે. આ સાથે જ તેની ડેટા પ્રાઇવેસી અને યુઝર સિક્યોરિટીના મુદ્દા પર સવાલ ઉઠવા લાગ્યા હતા. માર્ક ઝુકરબર્ગેને આ મામલામાં અમેરિકન સંસદ સામે રજૂ થવું પડ્યુ હતું. એફટીસીએ ત્યારબાદ ફેસબુક પર લાગેલા આરોપોની તપાસ શરૂ કરી દીધી હતી.
રિપોર્ટ અનુસાર, ફેસબુકે પોતાના વિરુદ્ધ શરૂ થયેલી તપાસ બાદ કાયદાકીય સમાધાન માટે ત્રણથી પાંચ અબજ ડોલર ચૂકવવાની વાત કરી હતી. એફટીસીએ તપાસ ખત્મ કરવાની આ શરતો પર કંપની પર દંડ લગાવ્યો છે. જોકે, હજુ સુધી તેના પર અમેરિકન ન્યાય વિભાગની મંજૂરી બાકી છે. કમિશન તરફથી ફેસબુક પર લગાવવામાં આવનારો દંડ કોઇ પણ ટેક કંપની પર અત્યાર સુધી ફટકારવામાં આવેલો સૌથી મોટો દંડ છે. જોકે, આ ફેસબુકના 2018ની રેવેન્યુના ફક્ત નવ ટકા છે. આ અગાઉ એફટીસીએ 2012માં ગુગલ પર પ્રાઇવેસીના ભંગના એક મામલામાં 2.25 કરોડ ડોલર એટલે કે લગભગ 154 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion