શોધખોળ કરો

IPO News: આજથી વધુ એક IPO ભરણાં માટે ખુલશે, જાણો- GMP અને અન્ય તમામ વિગતો?

રૂ. 836 કરોડના IPO માટે શેર દીઠ રૂ. 548-577ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. સમાચાર એજન્સી PTI અનુસાર, IPO સંપૂર્ણપણે પ્રમોટર્સ અને હાલના રોકાણકારો દ્વારા 14,481,942 શેરની ઑફર ફોર સેલ (OFS) પર આધારિત છે.

IPO News: આજથી રોકાણકારોને શેરબજારમાં કમાણી કરવાની વધુ એક તક મળવા જઈ રહી છે. યુનિપાર્ટ્સ ઇન્ડિયા, એન્જિનિયરિંગ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની, તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે આવી રહી છે. Uniparts Indiaનો IPO આજથી રિટેલ છૂટક રોકાણકારો માટે ખુલશે. યુનિપાર્ટ્સ ઇન્ડિયાના શેર આજે ગ્રે માર્કેટમાં રૂ. 80 (GMP)ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

કંપનીના શેર સોમવાર, 12 ડિસેમ્બર, 2022 ના રોજ સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટ થવાની અપેક્ષા છે. આઈપીઓ આજથી ભરણાં માટે ખુલશે અને 2 ડિસેમ્બરે સુધી તેમાં બોલી લગાવી શકાશે.

જાણો શું છે પ્રાઇસ બેન્ડ

એન્જિનિયરિંગ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ પ્રદાતા યુનિપાર્ટ્સ ઈન્ડિયાએ તેના રૂ. 836 કરોડના IPO માટે શેર દીઠ રૂ. 548-577ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. સમાચાર એજન્સી PTI અનુસાર, IPO સંપૂર્ણપણે પ્રમોટર્સ અને હાલના રોકાણકારો દ્વારા 14,481,942 શેરની ઑફર ફોર સેલ (OFS) પર આધારિત છે. કંપનીને પબ્લિક ઈશ્યુમાંથી કોઈ આવક પ્રાપ્ત થશે નહીં.

જેઓ OFSમાં શેર ઓફર કરે છે તેમાં પ્રમોટર ગ્રૂપ એન્ટિટી ધ કરણ સોની 2018 CG-NG નેવાડા ટ્રસ્ટ, ધ મેહર સોની 2018 CG-NG નેવાડા ટ્રસ્ટ, પામેલા સોની અને રોકાણકારો અશોકા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને અંબાદેવી મોરિશિયસ હોલ્ડિંગ લિમિટેડનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 22 માં કંપનીના આંતરરાષ્ટ્રીય વેચાણનો હિસ્સો કુલ વેચાણના 82 ટકાથી વધુ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આવક અને માર્જિનમાં સતત વૃદ્ધિ થઈ છે. તેનું માર્કેટ કેપ આશરે રૂ. 2,604 કરોડ છે.

લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ

બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે Uniparts India IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 80 રૂપિયાની આસપાસ જોવામાં આવ્યું હતું. ઈક્વિટી શેર દીઠ અપર બેન્ડની કિંમત રૂ. 577 છે. એક લોટમાં 25 શેર છે અને છૂટક રોકાણકારો રૂ. 1,87,525ના પ્રાઇસ બેન્ડ પર વધુમાં વધુ 13 લોટમાં 325 શેર ખરીદી શકે છે.

કેટલો હિસ્સો કોના માટે રિઝર્વ

35% ઇશ્યૂ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. તે જ સમયે, 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે.

કેટલી જૂની છે કંપની

Uniparts India Limited ની 26 સપ્ટેમ્બર 1994ના રોજ શરૂઆત થઈ હતી.  તે એન્જિનિયર્ડ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સની વૈશ્વિક ઉત્પાદક છે. કંપની 25 થી વધુ દેશોમાં તેની હાજરી ધરાવે છે. તે કૃષિ અને બાંધકામ, વનસંવર્ધન અને ખાણકામ અને આફ્ટરમાર્કેટ ક્ષેત્રોમાં ઑફ-હાઈવે માર્કેટ માટે સિસ્ટમ્સ અને ઘટકોના અગ્રણી સપ્લાયર્સમાંનું એક છે. કંપનીના ભારતમાં 5 ઉત્પાદન એકમો છે, જેમાંથી બે લુધિયાણામાં, એક વિશાખાપટ્ટનમમાં અને બે નોઈડામાં છે. આ સિવાય અમેરિકાના એલ્ડ્રિજમાં ઉત્પાદન, વેરહાઉસિંગ અને વિતરણની સુવિધા પણ છે.

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
Embed widget