શોધખોળ કરો
Advertisement
નવા વર્ષથી બંધ થઈ જશે 2000ની નોટ? સરકારે શું આપ્યો જવાબ, જાણો
છેલ્લા ધણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે કે 31 ડિસેમ્બર બાદ બે હજાર રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવશે.
નવી દિલ્હી: છેલ્લા ધણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે કે 31 ડિસેમ્બર બાદ બે હજાર રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવશે. સોશિયલ મીડિયામાં આ પ્રકાર સમાચાર વાયરલ થયા બાદથી જ નાગરિકો ફરીવાર ચિંતામાં મુકાયા છે. રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં આ વાયરલ મેસેજને અફવા ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બ્લેકમનીને રોકવા માટે અને ડિજિટલ પેમેન્ટ વધારવા માટે 8 નવેમ્બર 2016ના નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી.બાદમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ ભારતમાં ગેરકાયદેસર બની હતી.
આ અંગે મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજને અફવા ગણવ્યો છે. તેમણે કહ્યું કે, જે રીતે બજારમાં બે હજાર રૂપિયાની નોટ ફરી રહી છે તેને જોતા બે હજારની નોટ બંધ કરવાની હાલ કોઇ જરૂરીયાત નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement