(Source: ECI/ABP News/ABP Majha)
Kanika Tekriwal: એક સમયે કેન્સર સામે લડતી ભારતની આ યુવતી આજે 10 પ્રાઈવેટ જેટની છે માલિક
Kanika Tekriwal: આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું જેમણે નાની ઉંમરમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અમે વાત કરી રહ્યા છીએ કનિકા ટેકરીવાલની. જેઓ ભારતની સૌથી મોટી ખાનગી જેટ કંપનીના માલિક છે.
Kanika Tekriwal: આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું જેમણે નાની ઉંમરમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અમે વાત કરી રહ્યા છીએ કનિકા ટેકરીવાલની. જેઓ ભારતની સૌથી મોટી ખાનગી જેટ કંપનીના માલિક છે. માત્ર 32 વર્ષની ઉંમરે તેની પાસે 10 પ્રાઈવેટ જેટ છે અને તેણે 22 વર્ષની ઉંમરે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેમની કંપની JetSetGo ને ઉબર ઓફ ધ સ્કાય કહેવામાં આવે છે.
દિલ્હીની રહેવાસી કનિકાએ એવિએશન ઈન્ડસ્ટ્રીમાં નવું સ્થાન હાંસલ કર્યું છે. તે માત્ર 21 વર્ષની ઉંમરે કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની હતી, પરંતુ તે પછી તેણે જે કર્યું તે ખૂબ જ હેરાન કરી દે તેવું છે. આ બીમારીને હરાવીને કનિકાએ JetSetGo નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને આજે તે ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બનીને ઉભરી આવી છે.
10 વર્ષમાં, કનિકાએ તેના સ્ટાર્ટઅપને ઊંચી ઉડાન આપી છે અને આજે તે JetsetGoના ફાઉન્ડર CEO તરીકે પોસ્ટેડ છે. તેમની કંપની માલિકો માટે પ્લેનનું સંચાલન અને મેન્ટેનસ કરે છે. તેમજ જેટસેટગો હેલિકોપ્ટર, જેટ, એરક્રાફ્ટ ભાડે આપે છે. તેમની કંપની પ્લેનના મેનેજમેન્ટ, પાર્ટસ અને સર્વિસનું પણ કામ કરે છે.
કનિકાને તેની બીમારી વિશે વર્ષ 2011માં ખબર પડી હતી. આ પછી લગભગ એક વર્ષ સુધી તેની સારવાર ચાલી અને આ દરમિયાન તેણે પોતાના મિશન વિશે વિચાર્યું. તેણી કહે છે કે કેન્સરે મને એક વર્ષ પાછળ ધકેલી દીધી હતી પરંતુ સારી વાત એ છે કે ત્યાં સુધી દેશમાં આવું કંઈ કરવાનું કોઈએ વિચાર્યું ન હતું. સ્વસ્થ થતાં જ કનિકા કામમાં લાગી ગઈ અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
MBA ગ્રેજ્યુએટ કનિકા પાસે પોતાના 10 પ્રાઈવેટ જેટ છે અને તે ભારતની 100 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ છે. આજે તેમની પાસે લગભગ 280 કરોડની સંપત્તિ છે, જે તેમણે તેમની કંપનીથી મેળવી છે. ફોર્બ્સ મેગેઝિનમાં પણ કનિકાના કામની પ્રશંસા કરવામાં આવી છે અને વર્ષ 2016માં તેને રિટેલ અને ઈકોમર્સના સંદર્ભમાં એશિયાની ટોપ-30 બિઝનેસ વુમનમાં સામેલ કરવામાં આવી હતી.
કનિકા એક મારવાડી પરિવારમાંથી આવે છે અને તેના પિતા રિયલ એસ્ટેટ અને કેમિકલનો બિઝનેસ કરતા હતા. તેણીનો પ્રારંભિક અભ્યાસ દક્ષિણ ભારતમાં થયો હતો અને કનિકા વધુ શિક્ષણ માટે મુંબઈ ગઈ હતી. તેમનું કહેવું છે કે જે લોકો પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરવા ઈચ્છતા હતા તેમને દલાલો સાથે વ્યવહાર કરવો પડતો હતો, પરંતુ તેમની કંપની આ સિસ્ટમને ખતમ કરવા માંગે છે.