Stock Market Holiday: ઓગસ્ટમાં આટલા દિવસ શેર બજાર રહેશે બંધ, ચેક કરી લો રજાઓનું લિસ્ટ...
Stock Market Holiday in August: જો તમે શેર માર્કેટમાં પૈસા રોકો છો તો તમારા માટે સારા સમાચાર છે. જુલાઈ મહિનો પૂરો થવાં જઈ રહ્યો છે અને નવો મહિનો શરૂ થવાનો છે
Stock Market Holiday in August: જો તમે શેર માર્કેટમાં પૈસા રોકો છો તો તમારા માટે સારા સમાચાર છે. જુલાઈ મહિનો પૂરો થવાં જઈ રહ્યો છે અને નવો મહિનો શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં શેરબજાર ઘણા દિવસો સુધી બંધ રહેશે (ઓગસ્ટ 2024માં સ્ટૉક માર્કેટ હૉલીડે). શનિવાર અને રવિવારની રજાઓ ઉપરાંત અન્ય રજાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
15 ઓગસ્ટે શેર બજાર રહેશે બંધ -
શનિવાર અને રવિવારની રજાઓ સિવાય શેરબજાર નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને બોમ્બે સ્ટૉક એક્સચેન્જ ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસ 2024 ના અવસર પર બંધ રહેશે. આ દિવસે ઇક્વિટી સેક્ટર, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ સિવાય જાહેર રજાના દિવસે કેપિટલ માર્કેટ અને ફ્યૂચર માર્કેટ અને ઓપ્શન સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.
ઓગસ્ટમાં આ દિવસોમાં શેર બજાર રહેશે બંધ -
3 ઓગસ્ટ 2024- શનિવારની રજા
4 ઓગસ્ટ 2024- રવિવારની રજા
10 ઓગસ્ટ 2024- શનિવારની રજા
11 ઓગસ્ટ 2024- રવિવારની રજા
15 ઓગસ્ટ 2024- સ્વતંત્રતા દિવસ નિમિત્તે રજા રહેશે.
17 ઓગસ્ટ 2024- શનિવારની રજા
18 ઓગસ્ટ 2024- રવિવારની રજા
24 ઓગસ્ટ 2024- શનિવારના કારણે રજા રહેશે.
25 ઓગસ્ટ 2024- રવિવારના કારણે રજા રહેશે.
31 ઓગસ્ટ 2024- શનિવારના કારણે રજા રહેશે.
BSE-NSEના કેલેન્ડર પ્રમાણે ક્યારે-ક્યારે શેર બજારમાં રહેશે રજા
મહાત્મા ગાંધી જયંતિ (બુધવાર, 02 ઓક્ટોબર)ની રજા પર રજા રહેશે.
દિવાળી પર શેરબજાર બંધ રહેશે (શુક્રવાર, 01 નવેમ્બર)
ગુરુ નાનક જયંતિ (15 નવેમ્બર શુક્રવાર)ના કારણે શેરબજારમાં રજા રહેશે.
ક્રિસમસ (25 ડિસેમ્બર બુધવાર)ના કારણે બજાર બંધ રહેશે.
ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ બેન્ક રહેશે બંધ
રિઝર્વ બેંકની રજાઓની યાદી અનુસાર ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેંકો વિવિધ કારણોસર બંધ રહેશે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, સ્વતંત્રતા દિવસના કારણે બેંકો બંધ રહેશે. આ 14 દિવસોમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. જેમાં 4 રવિવાર અને 2 શનિવારનો સમાવેશ થાય છે.