શોધખોળ કરો

હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર

ayushman sarathi whatsapp chatbot number: માત્ર એક મેસેજથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ અને eKYC જેવી અનેક સુવિધાઓ મળશે; લાભાર્થીઓએ કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત માટે 'આયુષ્માન સારથી' ચેટબોટ શરૂ કર્યો.
  • લાભાર્થીઓ પાત્રતા ચકાસી, કાર્ડ ડાઉનલોડ કરી, eKYC કરી શકશે.
  • હોસ્પિટલ શોધવા, ફરિયાદ નોંધાવવા, સ્થિતિ ટ્રેક કરવાની સુવિધા મળશે.

ayushman sarathi whatsapp chatbot number: કેન્દ્ર સરકારે દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત આપતા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) માટે 'આયુષ્માન સારથી' નામનું એક સત્તાવાર WhatsApp ચેટબોટ લોન્ચ કર્યું છે. આ નવીનતમ સુવિધા શરૂ થવાથી લાભાર્થીઓને હવે આયુષ્માન કાર્ડ સંબંધિત કામગીરી માટે સરકારી કચેરીઓ કે કોલ સેન્ટરોના ધક્કા ખાવા પડશે નહીં. હવે નાગરિકો ઘરબેઠા 24 કલાક પોતાના મોબાઈલમાંથી વોટ્સએપ નંબર +91 72908 23838 પર મેસેજ મોકલીને યોજનાની તમામ સેવાઓનો લાભ અત્યંત સરળતાથી મેળવી શકશે.

વોટ્સએપ પર મળશે આટલી બધી સુવિધાઓ

આ 'આયુષ્માન સારથી' ચેટબોટ દ્વારા લાભાર્થીઓ PM-JAY હેઠળ પોતાની પાત્રતા (Eligibility) ચકાસી શકશે, નવા આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકશે અને મિનિટોમાં જ કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશે. આ ઉપરાંત, આધાર લિંકિંગ, eKYC ફરીથી પૂર્ણ કરવા, કાર્ડને લોક અથવા અનલોક કરવા, અત્યાર સુધીની સારવારના રેકોર્ડ જોવા અને વોલેટ બેલેન્સ તપાસવા જેવા કામ ચપટીમાં થઈ જશે. વિશેષ રૂપથી, 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે જાહેર કરાયેલા 'આયુષ્માન વય વંદના કાર્ડ' ને લગતી તમામ સેવાઓ પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

હોસ્પિટલ શોધવાથી લઈને ફરિયાદ નિવારણ સુધીની સગવડ

આ ચેટબોટ માત્ર કાર્ડ ડાઉનલોડ કરવા પૂરતું સીમિત નથી. લાભાર્થીઓ આના માધ્યમથી પોતાની નજીક આવેલી યોજના અંતર્ગતની પેનલવાળી હોસ્પિટલ (Empanelled Hospitals) સરળતાથી શોધી શકશે. કોઈપણ પ્રકારની અસુવિધા જણાતા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે, તે ફરિયાદની સ્થિતિ ટ્રેક કરી શકશે અને જરૂર પડ્યે તેને પાછી પણ ખેંચી શકશે. દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી પ્રતિસાદ (Feedback) આપવા અને કોલ-બેક (Call-back) માટેની સુવિધા પણ ચેટબોટમાં ઉમેરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ વારંવાર રિજેક્ટ થાય છે? આ ભૂલો સુધારો, નહીંતર 5 લાખનો લાભ નહીં મળે

ચેટબોટનો કેવી રીતે કરશો ઉપયોગ?

આ સુવિધાનો ઉપયોગ કરવો કોઈ પણ સામાન્ય માણસ માટે અત્યંત સરળ છે. લાભાર્થીઓએ માત્ર તેમના સ્માર્ટફોનમાંથી WhatsApp નંબર +91 72908 23838 પર અંગ્રેજીમાં "HI" લખીને મેસેજ મોકલવાનો રહેશે અથવા સરકાર દ્વારા જારી કરાયેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે. આમ કરતાની સાથે જ તમામ સેવાઓના વિકલ્પો સ્ક્રીન પર આવી જશે.

આરોગ્ય મંત્રાલયના દાવા મુજબ, "આયુષ્માન સારથી એક અત્યંત સુરક્ષિત API-આધારિત સિસ્ટમ પર કાર્ય કરે છે અને સીધી રીતે PM-JAY પ્લેટફોર્મ સાથે જોડાયેલ છે. આનાથી લાભાર્થીઓને રિયલ-ટાઇમ (વાસ્તવિક સમયની) માહિતી મળશે, સેવાઓ ઝડપી બનશે અને પારદર્શિતા વધશે."

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ: કઈ ઉંમરના લોકોને મળશે મફત સારવારનો લાભ? અરજી કરતા પહેલા જાણી લો નિયમ

ગ્રામીણ વિસ્તારો માટે સાબિત થશે આશીર્વાદ

આયુષ્માન ભારત એ વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજનાઓમાંની એક છે. ભારતમાં WhatsApp નો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, ત્યારે આ પ્લેટફોર્મ પર આટલી મોટી યોજનાની સુવિધાઓ મળવાથી કરોડો લોકોને સીધો ફાયદો થશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અને ડિજિટલ સેવાઓનું ઓછું જ્ઞાન ધરાવતા લોકો માટે આ ચેટબોટ આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અનુકૂળ બનાવશે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget