શોધખોળ કરો

Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો

SBI Results: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 9113 કરોડનો નફો થયો છે.

Bank Results: ભારત દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 9113 કરોડનો નફો થયો છે. અંતિમ ત્રિમાસિકગાળામાં બેંકનો નફો વાર્ષિક ધોરણે 41% વધ્યો છે. એનપીએ 4.98 ટકાથી ઘટીને 3.97 ટકા થઈ છે. એનપીએ પણ 1.5 ટકાથી ઘટીને 1.02 ટકા થઈ છે. બેંકે 7.10 રૂપિયા પ્રતિ શેર ડિવિન્ડ પણ જાહેર કર્યુ છે.

“પરિણામોની સાથે બેંકના બોર્ડે 13મી મે, 2022ના રોજ યોજાયેલી બેઠકમાં 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 7.10 (710 ટકા)નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડની ચુકવણીની તારીખ 10 જૂન, 2022 નક્કી કરવામાં આવી છે "તેમ એસબીઆઈએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું.

બેન્કે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 6451 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.બેંકની વ્યાજની ચોખ્ખી આવક (NII)માં નોંધપાત્ર વૃદ્ધિને પગલે બોટમલાઈનને સપોર્ટ કર્યો છે.

દેશની સૌથી મોટી બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત NII જાન્યુઆરી-માર્ચ કવાર્ટર દરમિયાન 15.26 ટકા વધીને રૂ. 31,198 કરોડ થઈ છે, જે Q4FY21માં રૂ. 27,067 કરોડ હતી. ત્રિમાસિક ધોરણે બેંકની વ્યાજની આવક રૂ. 30,687 કરોડથી 1.6 ટકા વધી છે. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 29 બેસિસ પોઈન્ટ વધીને 3.40% થયા છે.

જોકે બેંકનો નફો અને વ્યાજની આવક માર્કેટના અંદાજ કરતા ઓછા છે. ચોખ્ખો નફો રૂ. 11,000 કરોડની આસપાસ અને NII રૂ. 32,100 કરોડ થવાનો અંદાજ હતો. SBIની એસેટ ક્વોલિટીમાં સુધરો નોંધાયો છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) આંકડાકીય દ્રષ્ટિએ રૂ. 1.2 લાખ કરોડની સામે ઘટીને રૂ. 1.12 લાખ કરોડ થયા છે. નેટ એનપીએ પણ અગાઉના ક્વાર્ટરના રૂ. 34,540 કરોડની સરખામણીએ ઘટીને રૂ. 27,966 કરોડ થયા છે. ટકાવારીની દ્રષ્ટિએ ગ્રોસ અને નેટ એનપીએ અનુક્રમે 53 bps અને 32 bps સુધરીને 3.97 ટકા અને 1.02 ટકા રહ્યાં છે.

આ સિવાય બેંકે ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 7237.45 કરોડના પ્રોવિઝન પણ કર્યા છે. ગત ડિસેમ્બર કવાર્ટરના નવા ઉમેરાયેલા 3069 કરોડના એનપીએની સામે આ વર્ષે માર્ચ કવાર્ટરમાં રૂ. 3,261.7 કરોડના એનપીએ માટે પ્રોવિઝન થયા છે. 31 માર્ચ, 2022ના રોજ પ્રોવિઝન કવરેજ રેશિયો (PCR) 90.20 ટકા છે.

બેંક ઓફ બરોડાને ફાયદો

બેંક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિકમાં 1779 કરોડનો નફો કર્યો છે. એક વર્ષે પહેલા આ લાભ 1047 કરોડ રૂપિયા હતો. સમગ્ર વર્ષ દરમિયાન કુલ લાભ વધીને 7272 કરોડ થયો છે.

આ બેંકને પણ ફાયદો

યુનિયન બેંકને આઠ ટકા લાભ થયો છે. બેંકનો નફો 8 ટકા વધીને  1440 કરોડ થયો છે. સમગ્ર વર્ષમાં બેંકનો નફો 80 ટકા વધીને 5232 કરોડ થયો છે. એનપીએ ઘટીને 11.11 ટકા થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Embed widget