શોધખોળ કરો

Bank Strike: શનિવારે બેંકિંગ સેવાઓ થઇ શકે છે પ્રભાવિત, બેંક કર્મચારીઓની હડતાળ

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા હડતાળના એલાનને કારણે એટીએમ સેવાઓથી લઈને બેંકિંગ સેવાઓને અસર થઈ શકે છે.

Bank Strike on 19th November 2022: શનિવાર એટલે કે આવતીકાલે સમગ્ર દેશમાં બેંકિંગ કામગીરી પ્રભાવિત થઈ શકે છે. બેંક કર્મચારીઓ શનિવાર, 19 નવેમ્બર, 2022ના રોજ હડતાળ પર રહેશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને બે દિવસની હડતાળનું એલાન કર્યું છે. એવું માનવામાં આવે છે કે હડતાલને કારણે ચેક ક્લિયરિંગમાં વિલંબ થવાને કારણે એટીએમમાં ​​રોકડની અછત સર્જાઈ શકે છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ 18 નવેમ્બર, 2022ના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અમને ભારતીય બેંક એસોસિએશન (IBA) દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ એક દિવસીય હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. તેમની માંગણીઓના સમર્થનમાં નોટિસ આપવામાં આવી છે. એસબીઆઈએ કહ્યું કે તેણે હડતાળના દિવસે તેની શાખાઓમાં સામાન્ય કામગીરી જાળવવા માટે જરૂરી પગલાં લીધા છે.  પરંતુ હડતાલને કારણે કામકાજને અમુક અંશે અસર થઈ શકે છે. હડતાલને કારણે ચેક ક્લિયરિંગમાં વિલંબ થવાને કારણે એટીએમમાં ​​રોકડની અછત સર્જાઈ શકે છે. જેના લીધે આમ આદમીને થોડા અંશે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

તમને જણાવી દઈએ કે 19 નવેમ્બર, 2022 શનિવાર આવી રહ્યો છે.દર મહિનાના બીજા ચોથા શનિવારે બેંક બંધ રહે છે. પરંતુ આ મહિનાના ત્રીજા શનિવારે હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે. જો શનિવારે બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે તો બીજા દિવસે રવિવાર હોવાથી બેંકો આ જ રીતે બંધ રહેશે.આવી સ્થિતિમાં સામાન્ય લોકોને બે દિવસ સુધી બેંક એટીએમમાં ​​રોકડની તંગીનો સામનો કરવો પડી શકે તેમ છે.

AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે 11 નવેમ્બરે દિલ્હીમાં મુખ્ય શ્રમ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં લેબર કમિશ્નરે IBAને યુનિયન સાથે વાત કરીને રસ્તો કાઢવા જણાવ્યું હતું. મુંબઈમાં IBA સાથે યુનિયનની બેઠક પણ યોજાઈ હતી પરંતુ કોઈ રસ્તો મળી શક્યો નહોતો. તેમણે કહ્યું કે ઘણી બેંકોમાં લોકોની છટણી કરવામાં આવી રહી છે. નોકરીની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. જેથી કર્મચારીઓ સાથે બદલાની ભાવનાથી વર્તન કરવામાં આવી રહ્યું છે. આ હુમલાઓને કારણે AIBEA પાસે હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ટોપ સ્ટોરી

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget