શોધખોળ કરો
Advertisement
ખર્ચમાં ઘટાડો કરવા BSNL 80,000 કર્મચારીઓને આપશે VRS, જાણો વિગતે
ખોટમાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એક તરફ જમીન ભાડા પર આપીને રૂપિયા એકત્ર કરી રહી છે તો બીજી તરફ ખર્ચમાં ઘટાડો કરવા માટે અડધા કર્મચારીઓને VRS આપવા તૈયાર છે.
નવી દિલ્હીઃ ખોટમાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એક તરફ જમીન ભાડા પર આપીને રૂપિયા એકત્ર કરી રહી છે તો બીજી તરફ ખર્ચમાં ઘટાડો કરવા માટે અડધા કર્મચારીઓને VRS આપવા તૈયાર છે. સરકાર પાસેથી મંજૂરી મળતા જ આ કર્મચારીઓને આકર્ષક પેકેજ આપીને રિટાયર્ડ કરવામાં આવશે. BSNLના ચેરમેન પ્રવીણ કુમાર પુરવારે ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં આમ જણાવ્યું હતું.
તેમણે એક સવાલના જવાબમાં કહ્યું, અમે VRS પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છીએ. 70થી80 હજાર કર્મચારીઓને VRS આપવા માંગીએ છીએ. તેને આકર્ષક બનાવવામાં આવશે. આટલા બધા લોકોને વીઆરએસ આપ્યા બાદ કેવી રીતે કામ થશે? તેના જવાબમાં કહ્યું, કામ માટે અમે આઉટસોર્સિંગ કરીશું. લોકોને માસિક કોન્ટ્રાક્ટના આધારે રાખવાનો વિકલ્પ પણ છે. હજુ પણ કંપનીમાં ઘણા કર્મચારીઓ છે. જો 60 થી 70 હજાર કર્મચારી પણ વીઆરએસ લેશે તો એક લાખ કર્મચારીઓ બચશે.
અન્ય કંપનીઓની જેમ બીએસએનએલ પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે, રેવન્યૂ અમારી પ્રાથમિકતા છે. ઓપરેશનલ ખર્ચનો પ્રબંધ બીજા નંબર પર છે. અમારી પાસે 68 હજાર ટાવર્સ છે. 13-14 હડાર ટાવર અમે બીજાને આપ્યા છે. અમે ટાવર્સ દ્વારા વધારાની આવક મેળવવાની શક્યતા ચકાસી રહ્યા છીએ. અમે જમીન લીઝ અને ભાડા પર આપીને વધારાની કમાણી કરી રહ્યા છીએ.
બિકિનીમાં જોવા મળી TVની આ સંસ્કારી બહુ, લોકોએ કહ્યું- જિરાફ જેવી લાગે છે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ગુજરાત સરકારને શું કરી ખાસ અપીલ ? જાણો વિગતે
અમરેલીઃ ભારે વરસાદથી કઈ કઈ નદીમાં આવ્યું પુર, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
મનોરંજન
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion