Ashneer Grover Sued: અશ્નીર ગ્રોવર ફરી મુશ્કેલીમાં, BharatPe ના ફાઉન્ડર ભાવિક કોલડિયાએ નોંધાવ્યો કેસ, જાણો કારણ
ભારતપેના ભૂતપૂર્વ સહ-સ્થાપક અને શાર્ક ટેન્કના પૂર્વ જજ અશ્નીર ગ્રોવરનું સતત ચર્ચામાં રહેવાનું ચાલું છે અને આ વખતે તે ફરી મુશ્કેલીમાં ફસાઈ શકે છે.
Ashneer Grover Sued: ભારતપેના ભૂતપૂર્વ સહ-સ્થાપક અને શાર્ક ટેન્કના પૂર્વ જજ અશ્નીર ગ્રોવરનું સતત ચર્ચામાં રહેવાનું ચાલું છે અને આ વખતે તે ફરી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ફિનટેક યુનિકોર્ન ભારતપેના મૂળ સ્થાપક ભાવિક કોલડિયાએ તેમના પૂર્વ ભાગીદાર અશ્નીર ગ્રોવર સામે કેસ દાખલ કર્યો છે.
આવતીકાલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે
લાઈવ મિન્ટના એક સમાચાર અનુસાર, ભાવિક કોલડિયા દ્વારા અશ્નીર ગ્રોવર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસમાં તેણે પોતાની કંપનીના શેર પર દાવો કર્યો છે અને આ મામલે આવતીકાલે એટલે કે 18 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. જો કે, એવા સમાચાર છે કે આવતીકાલે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ પ્રતીક જાલાન સમક્ષ સુનાવણી માટે લિસ્ટેડ છે.
ભાવિક કોલડિયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ભાવિક કોલડિયા દ્વારા ભારતપેના સહ-સ્થાપક અશ્નીર ગ્રોવર સામે દાખલ કરવામાં આવેલા કેસમાં, તેઓ ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર પાસેથી તેમના શેર પાછા મેળવવા માટે કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે. તે સમયે કોલડિયાએ કહ્યું હતું કે ભારતપે તેમના સૌથી મોટા રોકાણકારો પૈકી એક છે અને તેઓ નજીકના ભવિષ્ય માટે કંપનીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. સમાચાર અહેવાલો અનુસાર, તે પણ પ્રકાશમાં આવ્યું છે કે ગ્રોવર કોલડિયા વતી ભારતપેના કેટલાક શેર ધરાવે છે.
Ashneer Grover BharatPe ના ત્રીજા ભૂતપૂર્વ સહ-સ્થાપક છે.
સહ-સ્થાપક તરીકે, ભાવિક કોલાડિયા અને શાશ્વત નાકરાણીએ વર્ષ 2017 માં BharatPe ની સ્થાપના કરી, તે સમયે ભાવિક કોલાડિયા કંપનીના ચહેરા તરીકે રોકાણકારો પાસેથી ભંડોળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જૂન 2018 માં, અશ્નીર ગ્રોવર ત્રીજા સહ-સ્થાપક તરીકે BharatPe માં જોડાયા હતા.
પ્રથમ વનડેમાં રોહિત શર્માના આ ખાસ રેકોર્ડની બરાબરી કરી શકે છે કોહલી
વિરાટ કોહલીએ શ્રીલંકા સામે રમાયેલી ODI સિરીઝની છેલ્લી મેચમાં 166* રનની ઇનિંગ રમી હતી. તેણે ભારતમાં રમતી વખતે 10મી વખત 150 રનનો આંકડો પાર કર્યો હતો. આ સ્કોર સાથે તેણે પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો. વીરુએ પોતાની કારકિર્દીમાં ભારતમાં રમતા 9 વખત 150નો આંકડો પાર કર્યો હતો.
કિંગ કોહલીની નજર રોહિત શર્માના રેકોર્ડ પર રહેશે. રોહિત શર્માએ ભારતમાં કુલ 11 વખત 150 રનનો આંકડો પાર કર્યો છે. હવે વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 150 રન બનાવીને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી શકે છે. બીજી તરફ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતમાં રમતી વખતે કુલ 12 વખત 150નો આંકડો પાર કર્યો છે. આ મામલે તે નંબર વન પર છે.