Facebook અને Instagramની મોટી જાહેરાત, આ યૂઝર્સે દર મહિને 699 રૂપિયા ચૂકવવા પડશે
વેરિફાઈડ એકાઉન્ટની સેવાનો લાભ લેવા માટે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સે તેમના (ફેસબુક અથવા ઈન્સ્ટાગ્રામ) એકાઉન્ટને સરકારી આઈડી કાર્ડથી વેરિફાઈ કરવું પડશે.
Facebook, Instagram Paid Service: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચલાવતી જાણીતી સોશિયલ મીડિયા કંપની મેટાએ હવે ભારતમાં તેની વેરિફિકેશન સર્વિસ શરૂ કરી છે. કંપનીએ આ પેઇડ સર્વિસ આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરી હતી. કંપનીએ જણાવ્યું કે ભારતમાં એન્ડ્રોઇડ અને iOS યુઝર્સને વેરિફિકેશન બેજ એટલે કે બ્લુ ટિક માટે દર મહિને 699 રૂપિયા ચૂકવવા પડશે.
આ ઉપરાંત, Meta એ તેના નિવેદનમાં એ પણ માહિતી આપી છે કે તે આગામી થોડા મહિનામાં વેબ પર 599 રૂપિયા પ્રતિ મહિનાના દરે વેરિફાઇડ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
કંપનીએ કહ્યું, 'મેટા વેરિફાઇડ સર્વિસ ભારતમાં ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર ખરીદી માટે ઉપલબ્ધ છે. લોકો આ સેવા iOS અને Android પર 699 રૂપિયા પ્રતિ મહિનાના દરે મેળવી શકે છે. થોડા મહિનામાં, અમે 599 રૂપિયા પ્રતિ મહિનાના દરે વેબ વર્ઝનનો વિકલ્પ પણ રજૂ કરીશું.”
વેરિફાઈડ એકાઉન્ટની સેવાનો લાભ લેવા માટે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સે તેમના (ફેસબુક અથવા ઈન્સ્ટાગ્રામ) એકાઉન્ટને સરકારી આઈડી કાર્ડથી વેરિફાઈ કરવું પડશે.
તમને જણાવી દઈએ કે Meta એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેની પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ 'Meta Verified' લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તે સમયે આ સેવા ફક્ત યુએસમાં જ ઉપલબ્ધ કરાવી હતી. આ પછી તેને યુકેમાં 16 માર્ચે અને કેનેડામાં 31 માર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે લેટેસ્ટ અપડેટમાં જાણવા મળ્યું છે કે આ સુવિધા ભારતીય વપરાશકર્તાઓ માટે પણ શરૂ કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે પેઇડ વેરિફાઇડ એકાઉન્ટને કંપની તરફથી ઘણી વિશેષ સુવિધાઓનો લાભ આપવામાં આવશે. આનાથી ગ્રાહકોના અનુભવને સુધારવામાં મદદ મળશે.
કંપનીનો દાવો છે કે કન્ટેન્ટ વિઝિબિલિટી અને માસિક સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સની પહોંચ વધશે. આ સાથે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ અને રીલ્સ માટે વિશિષ્ટ સ્ટીકરો ઉપલબ્ધ થશે.
ટ્વિટર પહેલેથી જ પૈસા લઈ રહ્યું છે
તમને જણાવી દઈએ કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે વેરિફાઇડ એકાઉન્ટ્સ માટે માસિક ફી વસૂલવાનું શરૂ કર્યું છે. ટ્વિટર વેબ પર વેરિફિકેશન માટે દર મહિને રૂ. 650 ચાર્જ કરે છે, જ્યારે ભારતમાં Android અને iOS મોબાઇલ ઉપકરણો માટે Twitter Blue ની કિંમત રૂ. 900 છે.