Billionaire : અંબાણી અને મહિંન્દ્રા બુક કરાવતા હતા ટેક્ષી ને આવી પહોંચી એક મહિલા અને...
આ ઘટના પરથી એ વાત પર વિશ્વાસ કરવો અઘરો બની જાય છે કે, ભારતના બે સૌથી અમીર વ્યક્તિઓએ વિદેશમાં પોતાના માટે ટેક્સી બુક કરાવવી પડી હતી.
Ambani-Mahindra Booked Uber in America : દરિયાપારના પારકા દેશમાં જ્યારે કોઈ પોતાનું મળી જાય ત્યારે જે આનંદ થાય છે તે અનેરો હોય છે. આ આનંદ ચહેરા પર સ્મિત લાવી દે છે. દુનિયાના 2 સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને આનંદ મહિન્દ્રા સાથે પણ કંઈક આવું જ થયું છે. અમેરિકાથી પરત ફરતી વખતે બંનેને ઉબેર બુક કરવાની જરૂર પડી હતી. બંનેની શટલ કાર છુટી જવાના કારણે તેઓએ ઉબેર બુક કરવાની જરૂર હતી. દરમિયાન, તેમને ભારતીય મૂળની અમેરિકન નાગરિક સુનીતા વિલિયમ્સે મદદ કરી હતી. તેમણે બંનેને પોતાની કારમાં લિફ્ટ આપી અને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડ્યા હતાં. આ ઘટના પરથી એ વાત પર વિશ્વાસ કરવો અઘરો બની જાય છે કે, ભારતના બે સૌથી અમીર વ્યક્તિઓએ વિદેશમાં પોતાના માટે ટેક્સી બુક કરાવવી પડી હતી.
સાંભળવામાં થોડું અજીબ લાગતું હશે પરંતુ આ વાત સાચી છે. આ માહિતી આનંદ મહિન્દ્રાએ પોતે જ ટ્વીટ કરીને આપી છે. આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે, તેથી તેમણે ચારેયના ફોટા લઈને ટ્વિટર પર પોસ્ટ કરીને સમગ્ર મામલો જણાવ્યો હતો. તો જાણો શું છે સમગ્ર મામલો...
I suppose this was what they would call a ‘Washington moment.’ After the tech handshake meeting yesterday, Mukesh Ambani, Vrinda Kapoor & I were continuing a conversation with the Secretary of Commerce & missed the group shuttle bus to the next lunch engagement. We were trying… pic.twitter.com/gP1pZl9VcI
— anand mahindra (@anandmahindra) June 25, 2023
આનંદ મહિન્દ્રાએ ઉબેરને લઈ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો
આનંદ મહિન્દ્રા અને મુકેશ અંબાણી બાઈડેનના વ્હાઇટ હાઉસમાં અમેરિકી સ્ટેટ ડિનરમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા હતા. પરત ફરતી વખતે તેઓ તેમની શટલ કાર ચૂકી ગયા હતાં. કાર ચુકી જવાનાકારણે તેમણે રોડની બાજુમાં ઉભા રહીને ઉબેરનું બુકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન બંનેને એક પરિચિત ચહેરો દેખાયો. તે બીજું કોઈ નહીં પણ સુનીતા વિલિયમ્સ હતી.
વોશિંગ્ટન મોમેન્ટ લખીને આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું કે, મુકેશ અંબાણી, વૃંદા કપૂર અને યુએસ સેક્રેટરી ફોર કોમર્સ વાત કરી રહ્યા હતા. વાત કરતી વખતે તેમની શટલ ચાલી ગઈ હતી. જે બાદ તેમણે ઉબેર બુક કરાવી અને આ દરમિયાન તેમણે સુનીતા વિલિયમ્સને જોઈ હતી. જેમણે તેમને લિફ્ટ આપી અને તેમને જ્યાં જવાનુ હતું જે સ્થાપ પર પહોંચાડ્યા હતાં. જાહેર છે કે, સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અમેરિકન મહિલા વૈજ્ઞાનિક છે. તેઓ દુનિયાભારમાં એક જાણીતા અવકાશયાત્રી તરીકેની ઓળખ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકામાં સત્તાવાર ડિનરનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કર્યું હતું. આ સ્ટેટ ડિનરમાં ભારતની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અંબાણી પરિવાર ઉપરાંત ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને તેમની પત્ની સત્ય નડેલા, ઈન્દિરા નૂયી પણ હાજર હતા.