શોધખોળ કરો
Advertisement
દમદાર Citroen C5 Aircrossનું આજથી બુકિંગ શરૂ, જાણો કેટલી હશે કારની કિંમત
આ કારની ખાસિયત એ છે કે આની કિંમતને ઓછી કરવા માટે આમાં લગભગ 90 ટકા લૉકલ કંમ્પૉનન્ટનો યૂઝ કરવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ ફ્રાન્સની ઓટો કંપની Citroenએ પોતાની પહેલી કાર C5 Aircrossથી પડદો ઉઠાવી લીધો હતો. વળી હવે આજથી કંપની આ કારનુ બુકિંગ શરૂ કરવા જઇ રહી છે. જોકે હજુ સુધી કંપનીએ આની કિંમતની જાહેરાત નથી કરી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ કારની કિંમત 25 લાખની આસપાસ હોઇ શકે છે.
આ કારની ખાસિયત એ છે કે આની કિંમતને ઓછી કરવા માટે આમાં લગભગ 90 ટકા લૉકલ કંમ્પૉનન્ટનો યૂઝ કરવામાં આવ્યો છે.
આ છે ફિચર્સ....
Citroen C5 Aircross 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોમેન્ટ સિસ્ટમ વાળી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે આવશે. કારમાં ડ્યૂલ ટૉન ડેશબોર્ડ ફિનિશ મળી શકે છે. આ કારને સ્પૉર્ટી લૂક આપે છે. સાથે આમાં પેનારોમિક સનરૂફ, 12.3 ઇંચની ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ગ્રિપ કન્ટ્રૉલ સિસ્ટમ, બ્લાઇન્ડ સપોર્ટ મૉનિટરિંગ, ડ્યૂલ ટૉન 18- ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, ડ્રાઇવર સીટ મસાજર જેવા લેટેસ્ટ ફિચર્સ મળી શકે છે.
દમદાર છે એન્જિન.....
Citroen C5 Aircrossમાં 2.0-લીટર, 4-સિલિન્ડર ડિઝલ એન્જિન આપવામાં આવી શકે છે. જે 177 બીએચપીનો પાવર અને 400 ન્યૂટનનો પીક ટૉર્ક જનરેટ કરે છે. દાવામાં આવી રહ્યો છે કે આ કાર જબરદસ્ત માઇલેજ આપશે. આ એક લીટર ફ્યૂલમાં 18.6 કીમી સુધીની રેન્જ આપશે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબૉક્સ આપવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion