શોધખોળ કરો
Budget 2019: મોદી સરકારે નાના વેપારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો વિગતે
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારો માટે મોટી જાહેરત કરી છે.

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ટાર્ગેટ, મજબૂત દેશ અને મજબૂત નાગરિક બનાવવાનો છે અને સરકારની તમામ નીતિઓ આ જ કામ કરી રહી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારો માટે મોટી જાહેરત કરી છે. તેમણે કહ્યું કે, હવેથી નાના દુનાકદારોને પેંશનની સુવિધા આપવામાં આવશે. સાથે જ માત્ર 59 મિનિટમાં તમામ દુકાનદારોને લોન આપવાની યોજના છે. તેનો લાભ 3 કરોડથી વધારે નાના દુકાનદારોને મળશે.
વધુ વાંચો





















