શોધખોળ કરો
Advertisement
INDvNZ: ચોથી T-20માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત છતાં ICC એ કેમ ફટકાર્યો તોતિંગ દંડ ? જાણો વિગતે
ICC એ તેના નિવેદનમાં કહ્યું, ભારતીય ટીમના ખેલાડીઓ અને અને સહયોગી સ્ટાફે આચારસંહિતાની કલમ 2.22નું ઉલ્લંઘન કર્યું છે. જે આંતરરાષ્ટ્રીય મેચમાં ધીમી ઓવર ગતિથી બોલિંગ કરવા સંબંધિત છે.
દુબઈઃ ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી-20 મેચમાં સુપર ઓવરમાં ભારતીય ટીમની જીત થઈ હતી. તેમ છતાં આઈસીસીએ ટીમ ઈન્ડિયાને તોતિંગ દંડ ફટકાર્યો હતો. સ્લો ઓવર રેટના કારણે આઈસીસીએ ભારતીય ટીમને મેચ ફીનો 40% દંડ ફટકાર્યો છે. આઈસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડે વિરાટ કોહલીની ટીમ પર શુક્રવારે નિર્ધારીત સમયમાં બે ઓવર ઓછી ફેંકવાના મામલે આ દંડ ફટકાર્યો હતો.
શું કહ્યું ICC એ ?
ICC એ તેના નિવેદનમાં કહ્યું, ભારતીય ટીમના ખેલાડીઓ અને અને સહયોગી સ્ટાફે આચારસંહિતાની કલમ 2.22નું ઉલ્લંઘન કર્યું છે. જે આંતરરાષ્ટ્રીય મેચમાં ધીમી ઓવર ગતિથી બોલિંગ કરવા સંબંધિત છે. જેમાં ઓવર દીઠ ખેલાડીઓ પર મેચ ફીનો 20 ટકા દંડ લગાવવાની જોગવાઈ છે.
કોણે કરી હતી સ્લો ઓવર રેટની ફરિયાદ ગ્રાઉન્ડ એમ્પાયર ક્રિસ બ્રાઉન અને શૉન હૈગની સાથે ત્રીજા એમ્પાયર એશ્લે મેહરોત્રાએ ભારતીય ટીમ પર સ્લો ઓવર રેટનો આરોપ લગાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દંડનો સ્વીકાર કરી લેતા આ મામલે ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી. ભારતે આ મેચ સુપર ઓવરમાં જીતવાની સાથે 4-0ની લીડ લઈ લીધી છે. 5 મેચની T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો દેખાવ પ્રથમ ટી-20: 24 જાન્યુઆરી, ભારતનો 6 વિકેટથી વિજય બીજી ટી-20: 26 જાન્યુઆરી, ભારતનો 7 વિકેટથી વિજય ત્રીજી ટી-20: 29 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય ચોથી ટી-20: 31 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય પાંચમી ટી-20: 2 ફેબ્રુઆરીના રોજ રમાશે બજેટના દિવસે કેમ શેરબજાર ઊંધા માથે પછડાયું, આ રહ્યા 5 કારણો બજેટ 2020: કેમ નિર્મલા સીતારમણે પૂરું બજેટ ન વાંચ્યું ? કારણ જાણીને થશે આશ્ચર્ય બજેટ 2020: 15 લાખની આવક ધરાવતા વ્યક્તિને ટેક્સમાં હવે કેટલી થશે બચત ? જાણો વિગતIndia fined 40 per cent for slow over-rate in fourth T20I against New Zealand in Wellington. #INDvNZ #ICC
— Press Trust of India (@PTI_News) February 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement