શોધખોળ કરો
Advertisement
બજેટ 2020: નાણા મંત્રીની જાહેરાત બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું, જાણો
બજેટમાં અલગ-અલગ સેકટર્સ માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ કેટલીક જાહેરાતો એવી પણ થઈ છે કે આદ આદમીની જરૂરિયાતની ચીજો મોંઘી થઈ જશે.
નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં અલગ-અલગ સેકટર્સ માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ કેટલીક જાહેરાતો એવી પણ થઈ છે કે આદ આદમીની જરૂરિયાતની ચીજો મોંઘી થઈ જશે.
નાણા મંત્રીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ભાષણ આપ્યું હતું. તેઓ 2 કલાક અને 39 મિનિટ સુધી બોલ્યા હતા તેમ છતાં પૂરું બજેટ ભાષણ વાંચી શક્યા નહોતા. તબિયત બગડતાં તેમણે બજેટના છેલ્લા બે પેજ વાંચ્યા નહોતા. આ પહેલા જસવંત સિંહે 2003માં 2 કલાક 12 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું.Customs duty on catalytic converters, parts of commercial vehicles, other than EVs, hiked
— Press Trust of India (@PTI_News) February 1, 2020
શું થશે મોંઘું નિર્મલા સીતારમણની બજેટ જાહેરાત બાદ મોબાઇલ ફોન, ફૂટવિયર, વિદેશી ફર્નિચર, પંખા, સિગરેટ અને તમાકુ, ઓટો પાર્ટ્સ, ઈમ્પોર્ટેડ મેડિકલ ડિવાઇસ, પેટ્રોલ-ડીઝલ, સોનું, કાજુ, સિંથેટિક રબર, ટાઈલ્સ મોંઘી થઈ જશે. આ ઉપરાંત એસી, સીસીટીવી કેમેરા, ગીડાની હોર્ન, લાઉડ સ્પીકર, સ્ટેનલેસ પ્રોડક્ટ, ઓપ્ટિકલ ફાઇબર મોંઘા થવાની શક્યતા છે.Customs duty on tableware/kitchenware made of porcelain or China ceramic, clay iron, steel, copper doubled to 20%
— Press Trust of India (@PTI_News) February 1, 2020
શું થશે સસ્તું કાપડ ક્ષેત્રને લાભ આપવા માટે પીટીએ પરથી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે. ન્યૂઝ પ્રિંટ અને હલ્કા કોટેડ પેપરની આયાત પર ટેક્સ 10 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે. બજેટ બાદ હોમ લોન સસ્તી થઈ શકે છે ઉપરાંત ઈલેકટ્રિક કાર પણ સસ્તી થઈ શકે છે. કાચી ખાંડ, કૃષિ-પ્રાણી આધારિત ઉત્પાદનો, સ્કીમ્ડ દૂધ, અમુક આલ્કોહોલિક પીણા, સોયા ફાઇબર, સોયા પ્રોટીન પર કસ્ટમ્સ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.Customs duty exemption on raw sugar, agro-animal based products, Tuna bait, skimmed milk, certain alcoholic beverages, soya fibre, soya protein withdrawn
— Press Trust of India (@PTI_News) February 1, 2020
FM halves customs duty on import of newsprint, light weight coated paper to 5 per cent
— Press Trust of India (@PTI_News) February 1, 2020
INDvNZ: ચોથી T-20માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત છતાં ICC એ કેમ ફટકાર્યો તોતિંગ દંડ ? જાણો વિગતે બજેટના દિવસે કેમ શેરબજાર ઊંધા માથે પછડાયું, આ રહ્યા 5 કારણો બજેટ 2020: કેમ નિર્મલા સીતારમણે પૂરું બજેટ ન વાંચ્યું ? કારણ જાણીને થશે આશ્ચર્યFM raises excise duty by way of national calamity contingent duty on cigarettes, tobacco products
— Press Trust of India (@PTI_News) February 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement