શોધખોળ કરો
Advertisement
બજેટના દિવસે કેમ શેરબજાર ઊંધા માથે પછડાયું, આ રહ્યા 5 કારણો
સેન્સેક્સ 987.96 પોઇન્ટના ઘટાડા સાથે 39,735.53 પર બંધ રહ્યો.
નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ 2020-21 શેરબજારને પસંદ પડ્યું નથી. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો બાદ સેન્સેક્સમાં કડાકો બોલી ગયો. દિવસના અંતે સેન્સેક્સ 987.96 પોઇન્ટના ઘટાડા સાથે 39,735.53 પર બંધ રહ્યો હતો. જયારે નિફટી પણ 318 પોઇન્ટના ઘટાડા સાથે 11643.80 પર બંધ રહી હતી. આ 5 કારણોથી શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.
ટેક્સ સ્લેબને લઇ કન્ફ્યૂઝન ઈન્કમટેક્સની કલમ 80 સી અંતર્ગત તમામ છૂટ ખતમ કરી દેવામાં આવી છે. પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. એનાલિસ્ટોના કહેવા મુજબ જૂની અને નવી ટેક્સ પદ્ધતિમાં અનેક ગૂંચવણો છે. ટેક્સની નવી જોગવાઈથી રોકાણકારો નિરાશ થયા છે. LTGT ટેક્સને લઈ ન થઈ જાહેરાત સરકાર આ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ ખતમ કરશે તેવી આશા હતા. ઉપરાંત રોકાણકારોના હિતમાં હોય તેવી લોન્ગ ટર્મની પરિભાષા પણ બદલે તેવી અપેક્ષા હતી. પરંતુ કંઈ થયું નથી. જેના કારણે બજાર નિરાશ થયું.Sensex plummets 987.96 points to end at 39,735.53; Nifty sinks over 300 pts
— Press Trust of India (@PTI_News) February 1, 2020
એકપણ સેકટર્સને ન મળ્યું કંઇ ખાસ બજેટમાં કોઈ સેક્ટર માટે વિશેષ જાહેરાત ન કરવામાં આવી. મંદીમાંથી પસાર થઈ રહેલા ઓટો સેક્ટર અને રિયલ એસ્ટેટ સેકટર માટે જાહેરાતની આશા હતી પરંતુ તેમ થયું નથી. એકથી બે સેકટરને બાદ કરતાં કોઇ પણ ક્ષેત્ર માટે જાહેરાત થઈ નથી જેના કારણે શરૂઆતમાં શેરમાર્કેટ વધારા સાથે ખુલ્યુ હતું અને બજેટ સ્પીચની શરૂઆત થવાની સાથે ધીમે ધીમે નેગેટિવ થઈ ગયું હતું અને એક તબક્કે 1000 પોઈન્ટ સુધી નીચે સરકી ગયું હતું. દિવસના અંતે 987.96 પોઇન્ટના ઘટાડા સાથે 39,735.53 પર બંધ રહ્યું હતું.Dividend Distribution Tax shifted to individuals instead of companies, says FM
— Press Trust of India (@PTI_News) February 1, 2020
Disinvestmentનો ઊંચો ટાર્ગેટ બજેટ જાહેરાતમાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટને લઈ મોટો ટાર્ગેટ રાખ્યો છે. નાણાંકીય વર્ષ 2021 માટે સરકારે 2.10 લાખ કરોડ રૂપિયાના ડિસેઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ રાખ્યો છે. આ ઉપરાંત LIC અને IDBIમાં હિસ્સો વેચવાની જાહેરાતની બજાર પર અસર જોવા મળી છે. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ ખતમ કરવો નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ ખતમ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે સરકારી તિજોરી પર 25,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. એક્સપર્ટ્સનું માનવું છે કે રોકાણકારો માટે આ નેગેટિવ ખબર છે. કારણકે ડિવિડન્ડ હવે ટેક્સપેયરની આવક સાથે જોડાશે. જેને લઈ બજારમાં નિરાશાનો માહોલ છે. બજેટ 2020: કેમ નિર્મલા સીતારમણે પૂરું બજેટ ન વાંચ્યું ? કારણ જાણીને થશે આશ્ચર્ય બજેટ 2020: 15 લાખની આવક ધરાવતા વ્યક્તિને ટેક્સમાં હવે કેટલી થશે બચત ? જાણો વિગતNew income tax rates will be optional, says FM
— Press Trust of India (@PTI_News) February 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement