IPO Calendar: આ સપ્તાહે રહેશે આઈપીઓની ધૂમ, 2700 કરોડ એકત્ર કરવા બજારમાં ઉતરશે આ 5 કંપનીઓ
IPO Update: 4 મેઈનબોર્ડ આઈપીઓમાંથી, એક 5મી ફેબ્રુઆરીએ ખુલશે, જ્યારે બાકીના 7મી ફેબ્રુઆરીએ ખુલશે. SME સેગમેન્ટનો એકમાત્ર IPO 8 ફેબ્રુઆરીએ ખુલશે.
IPO News: શેરબજારમાં તેજીનો તબક્કો છે. કેટલાક સત્રોના ઉતાર-ચઢાવ બાદ બજાર ફરી નવી ઊંચાઈ પર છે. દરમિયાન, શેરબજારમાં IPOનો ધમધમાટ ચાલી રહ્યો છે. સોમવાર 5મી ફેબ્રુઆરીથી શરૂ થતા સપ્તાહ દરમિયાન ઘણી કંપનીઓ IPO લોન્ચ કરી રહી છે.
4 મેઈન બોર્ડ, એક SME IPO
IPO કેલેન્ડર મુજબ આગામી પાંચ દિવસમાં 5 નવા IPO શેરબજારમાં જોવા મળશે. આ 5 આવનારા IPOમાંથી 4 મેઇનબોર્ડના છે, જ્યારે એક IPO SME કેટેગરીના હશે. આ પાંચ પ્રસ્તાવિત IPO દ્વારા સંબંધિત કંપનીઓ શેરબજારમાં રોકાણકારો પાસેથી કુલ રૂ. 2700 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.
કતારમાં છે આ કંપનીઓના IPO
મેઇનબોર્ડ પર આવતા IPOમાં પાર્ક હોટેલ્સ, જન સ્મોલ ફાઇનાન્સ બેન્ક, કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને રાશી પેરિફેરલ્સનો સમાવેશ થાય છે. SME સેગમેન્ટમાં આ અઠવાડિયે એકમાત્ર IPO Alpex Solarનો છે. 4 મેઈનબોર્ડ આઈપીઓમાંથી, એક 5મી ફેબ્રુઆરીએ ખુલશે, જ્યારે બાકીના 7મી ફેબ્રુઆરીએ ખુલશે. SME સેગમેન્ટનો એકમાત્ર IPO 8 ફેબ્રુઆરીએ ખુલશે.
પાર્ક હોટેલ્સ આઈપીઓ (Park Hotels IPO): APJ સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ એટલે કે પાર્ક હોટેલ્સના IPOનું કદ રૂ. 920 કરોડ છે. આ IPO 5મી ફેબ્રુઆરીએ ખુલશે અને 7મી ફેબ્રુઆરીએ બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ 147 રૂપિયાથી 155 રૂપિયા સુધી રાખવામાં આવી છે. એક લોટમાં 96 શેર છે.
રાશી પેરિફેરલ્સ આઈપીઓ (Rashi Peripherals IPO): આ IPO 7મી ફેબ્રુઆરીએ ખુલી રહ્યો છે. 600 કરોડના આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 295-311 છે. એક લોટમાં 48 શેર છે.
કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક આઈપીઓ (Capital Small Finance Bank IPO): આ SFB IPO 7મી ફેબ્રુઆરીએ ખુલી રહ્યો છે. IPO માટે બિડિંગ 9 ફેબ્રુઆરી સુધી કરી શકાશે. IPOનું કદ રૂ. 523 કરોડ છે અને પ્રાઇસ બેન્ડ રૂ. 445-468 છે. એક લોટમાં 32 શેર છે.
જન સ્મોલ ફાયનાન્સ બેંક આઈપીઓ (Jana Small Finance Bank IPO): આ IPO પણ 7 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે ખુલશે. આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 393 થી 414 રૂપિયા છે. એક લોટમાં 36 શેર છે.
અલ્પેક્સ સોલર આઈપીઓ (Alpex Solar IPO): અલ્પેક્સ સોલર, SME સેગમેન્ટમાં એકમાત્ર IPO, 8 ફેબ્રુઆરીએ ખુલશે. તેના IPOનો ઈશ્યુ રેટ 115 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આ IPO હેઠળ 64.8 લાખ નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.