શોધખોળ કરો

June 2024 New Rules: આજથી બદલાયા અનેક નિયમો, જાણો શું થશે અસર

1 જૂનથી પરિવહનના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. નવા મહિનાથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે RTOમાં જ ટેસ્ટ આપવો ફરજિયાત રહેશે નહીં.

New Rules: ઘણા નાણાકીય નિયમો દર નવા મહિને બદલાય છે. 1 જૂન, 2024થી નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે જૂન મહિનામાં એલપીજી સિલિન્ડર, બેંક રજાઓ, આધાર કાર્ડ અપડેટ અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. ચાલો જાણીએ 1 જૂનથી કયા નિયમોમાં ફેરફાર થયા છે.

એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો નવેસરથી નક્કી કરવામાં આવે છે. પેટ્રોલિયમ કંપનીઓ મહિનાના છેલ્લા દિવસે મધ્યરાત્રિએ આની જાહેરાત કરે છે. સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરની કિંમતમાં સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ રીતે ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ત્રણ વખત ઘટાડો થયો છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવાથી રાહત મળશે

1 જૂનથી પરિવહનના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. નવા મહિનાથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે RTOમાં જ ટેસ્ટ આપવો ફરજિયાત રહેશે નહીં. આવી સ્થિતિમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ પાસ કરવાની પ્રક્રિયા વધુ સરળ થવાની આશા છે. 1 જૂનથી, તમે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી સંસ્થાઓમાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો. આનાથી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે RTOની મુલાકાત લેવાથી બચશે.

ટ્રાફિકના નિયમો કડક રહેશે

નવા ટ્રાફિક નિયમો હેઠળ ટ્રાફિકના નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વાહન ચલાવવા અથવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો લાયસન્સ કેન્સલ થશે એટલું જ નહીં પરંતુ 25 વર્ષ સુધી નવું લાઇસન્સ પણ આપવામાં આવશે નહીં. ટ્રાફિકના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા પર 1000 થી 2000 રૂપિયા, લાયસન્સ વિના વાહન ચલાવવા માટે 500 રૂપિયા, હેલ્મેટ ન પહેરવા પર 100 રૂપિયા દંડની જોગવાઈ છે  

14 જૂન સુધી આધારને મફતમાં અપડેટ કરી શકો છો

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI અનુસાર, જો તમે 10 વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો તમે 14 જૂન સુધી મફતમાં કરી શકો છો. UIDAI પોર્ટલ પર 14 જૂન, 2024 સુધી આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા મફત છે. જો તમે 14 જૂન પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો, તો તમારે તેના માટે કેટલીક ફી ચૂકવવી પડી શકે છે. તમે ઘરે બેસીને અથવા આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર કાર્ડ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. તે જ સમયે, હાલમાં UIDAI પોર્ટલ પર જઈને આધાર કાર્ડ અપડેટ કરવા માટે કોઈ ફી ચૂકવવાની નથી.

જૂન મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે

જૂન મહિનામાં બકરીદ, વટ સાવિત્રી વ્રત સહિતના વિવિધ તહેવારો નિમિત્તે જાહેર અને સાપ્તાહિક રજાઓના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જૂન મહિનામાં બેંક શાખાઓ કુલ 12 દિવસ બંધ રહેશે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં મતદાનને કારણે ઘણા રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પહેલી જૂને બેંક શાખાઓ બંધ રહેશે. જ્યારે બેંક શાખાઓ બંધ હોય તે સમયગાળા દરમિયાન તમે બેંકમાં જઈ શકશો નહીં અને કોઈપણ સેવાનો લાભ લઈ શકશો નહીં.  જે દિવસોમાં બેંક શાખાઓ બંધ રહેશે તે દિવસોમાં પણ બેંકોની ઓનલાઈન સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

જો PAN-આધાર લિંક નહીં થાય તો આ સમસ્યા ઊભી થશે.

આવકવેરા વિભાગે તાજેતરના નોટિફિકેશનમાં કરદાતાઓને તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને 31 મે સુધીમાં આધાર સાથે લિંક કરવા માટે કહ્યું છે, જેથી વર્તમાન નિયમો અનુસાર, જો કોઈ કરદાતાનું PAN તેના આધાર સાથે લિંક હોય, તો તે 1 જૂનથી સામાન્ય દરથી બમણા દરે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) કાપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Embed widget