GAIL Director Arrested: GAILના માર્કેટિંગ ડાયરેક્ટરની સીબીઆઈએ કેમ કરી ધરપકડ ? જાણો શું છે મામલો
GAIL Director Arrested:
GAIL Director Arrested: CBIએ 50 લાખ રૂપિયાથી વધારે લાંચ માંગવાના કેસમાં જાહેર ક્ષેત્રની કંપની ગેલના માર્કેટિંગ ડાયરેક્ટર એસ રંગનાથ સામે મામલો નોંધ્યો છે. એટલું જ નહીં સીબીઆઈએ આ મામલામાં દલાલ તથા કારોબારી સહિત 5 લોકોની ધકપકડ કરી છે. સીબીઆઈ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મામલો ગેલ દ્વારા વેચવામાં આવતા પેટ્રો કેમિકલ્સના ઉત્પાદનો ખરીદનારી ખાનગી કંપનીઓને છૂટ આપવા સંબંધિત છે. સીબીઆઈએ શુક્રવારે મામલો નોંધવા મુદ્દે દિલ્હી-એનસીઆરમાં ભીકાજી કામા પ્લેસ સ્થિત રંગનાથનના કાર્યાલય અને નોયડાના સેક્ટર 62 સ્થિત તેમના નિવાસ સ્થાન સહિત કુલ આઠ સ્થળે દરોડા પાડ્યા હતા. સીબીઆઈના દાવા મુજબ રંગનાથન પાસેથી અત્યાર સુધીમાં 1.3 કરોડ રોકડા મળી આવ્યા છે.
CBI arrests GAIL's Director, Marketing, ES Ranganathan in bribery case:officials
— Press Trust of India (@PTI_News) January 16, 2022
અધિકારીના કહેવા મુજબ, રંગનાથન ઉપરાંત એજન્સીએ દલાલ પવન ગૌર અને રાજેશ કુમાર સહિત એન રામકૃષ્ણ નાયર, કારોબારી સૌરભ ગુપ્તા, આદિત્ય બંસલ સામે પણ મામલો નોંધ્યો છે. સીબીઆઈ પ્રવક્તાએ કહ્યું, સીબીઆઈએ જાળ બીછાવી અને દિલ્હી સ્થિત એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે ગેલના માર્કેટિંગ ડાયરેક્ટર વતીથી 10 લાખની લાંચ લેતો હતો. આ મામલે સીબીઆઈએ હજુ સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ UPના સિંઘમ ગણાતા આ IPS અધિકારી પોલીસ કમિશ્નરપદ છોડી જોડાયા ભાજપમાં, યોગીએ સામેથી આપેલું નિમંત્રણ
પૂણેમાં યોગિતા બની મર્દાનીઃ ડ્રાઈવરને આંચકી આવતાં ખીણમાં ધસતી બસનું સ્ટીયરિંગ સંભાળી 24ના જીવ બચાવ્યા, વીડિયો જોઈ થઈ જશો ખુશ
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં લદાયું સંપૂર્ણ લોકડાઉન, જાણો ક્યાં સુધી કરાશે અમલ ?
Surat Corona Cases: અમદાવાદ બાદ આ મોટા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, બે દિવસમાં જ 5700થી વધુ કેસ નોંધાતા હાહાકાર