શોધખોળ કરો
મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ
સીબીઆઈની એફઆઈઆર મુજબ ખટ્ટર અને તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા 110 કરોડ રૂપિયાના લોન ગોટાળામાં આરોપી છે. કંપનીએ 2009માં પંજાબ નેશનલ બેંક (પીએનબી) પાસેથી 170 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
![મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ CBI registered case against ex Maruti MD Jagdish Khattar know details મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/24175249/jagdish-khattar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
( મારુતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટરની ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ દેશની સૌથી લોકપ્રિય કાર કંપની મારુતિના પૂર્વ મેનેજિંગ ડાયરેકટર જગદીશ ખટ્ટર સામે CBIએ કેસ દાખલ કર્યો હતો. ખટ્ટર હાલ કારનેશન ઓટો ઈન્ડિયા કંપનીના ડાયરેક્ટર છે. તપાસ એજન્સીએ નાણાકીય ગોટાળાના આરોપમાં તેમના પર કેસ દાખલ કર્યો છે. ઉપરાંત કેટલાક અજાણ્યા લોકો સામે છેતરપિંડી, કાવતરું અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો છે.
સીબીઆઈની એફઆઈઆર મુજબ ખટ્ટર અને તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા 110 કરોડ રૂપિયાના લોન ગોટાળામાં આરોપી છે. કંપનીએ 2009માં પંજાબ નેશનલ બેંક (પીએનબી) પાસેથી 170 કરોડ રૂપિયાની લોન લીધી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે 2015માં લોન એનપીએ થઈ ગઈ અને આ દરમિયાન 110 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ પણ સ્વીકારી કોહલીની ‘કેપ્ટનશિપ’, સોંપ્યું ટેસ્ટ ટીમનું સુકાન, જાણો વિગતે મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટનCBI has filed FIR against Director of Carnation Auto India, Jagdish Khattar(former Maruti MD) and the said company(Carnation Auto India) and other unknown private person under criminal breach of trust,cheating and criminal misconduct. pic.twitter.com/6bBhdQxUt4
— ANI (@ANI) December 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)