(Source: ECI/ABP News/ABP Majha)
મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી
એનપીઆર બનાવવાનું કામ આગામી એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવશે. કેબિનેટે વસતી ગણતરી 2021 માટે 8,754.23 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અપડેશન માટે 3,941.35 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, મંત્રીમંડળે વસતિગણતરી 2021ના આયોજન અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ સ્વ-ઘોષણા છે. આ માટે કોઈ દસ્તાવેજ, બાયોમેટ્રિક કે અન્ય પૂરાવાની જરૂર નથી. વસતી ગણતરી 2021 માટે 8,754.23 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અપડેશન માટે 3,941.35 કરોડ રૂપિયાની મંજરી મળી છે.Cabinet has approved expenditure of Rs. 8,754.23 crore for the exercise of Census of India 2021 and Rs. 3,941.35 crore for updation of National Population Register (NPR) https://t.co/9ZAKlJIovx
— ANI (@ANI) December 24, 2019
જાવડેકરે કહ્યું, એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી વસતિ ગણતરી થશે. તેમાં કોઈ દસ્તાવેજની જરૂર નહીં રહે. જે લોકો ભારતમાં રહે છે, તેની ગણના થશે. આ માટે એક વિશેષ એપ તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અટલ ભૂજલ યોજના (ATAL JAL)ને મંજૂરી આપી છે. ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના નક્કી કરવામાં આવેલા વિસ્તારોમાં 5 વર્ષમાં આ યોજના અંતર્ગત રૂપિયા 6000 કરોડ ખર્ચવામાં આવશે.Union Cabinet approves Atal Bhujal Yojana (ATAL JAL) with total outlay of Rs 6000 crore to be implemented over a period of 5 years in identified areas in Gujarat, Haryana, Karnataka, Madhya Pradesh, Maharashtra, Rajasthan and Uttar Pradesh.
— ANI (@ANI) December 24, 2019
તેમણે એમ પણ માહિતી આપી કે, કેન્દ્રીય કેબિનેટે સ્વદેશ દર્શન યોજનામાં 2018-19 દરમિયાન મંજૂર કરવામાં આવેલી 10 યોજનાઓ માટે 627.40 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી છે. સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ માટેની પણ મંજૂરી આપી છે. રક્ષા સ્ટાફના વડા તરીકે નિયુક્ત કરવામાં આવનારા અધિકારી સૈન્ય મામલાના વિભાગના પ્રમુખ પણ હશે.Union Cabinet approves funds to the tune of Rs 627.40 crore for 10 projects sanctioned during 2018-19 in Swadesh Darshan Scheme. Additional Rs 1854.67 crore during 2019-20 for sanctioning of news projects.
— ANI (@ANI) December 24, 2019
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટનGovernment Sources: Armed forces will fall under ambit of Dept of Military Affairs which will have appropriate expertise to manage military affairs. Chief of Defence Staff will head it. The Dept of Military Affairs will have appropriate mix of civilian and military officers https://t.co/gcSkoeaAca
— ANI (@ANI) December 24, 2019