Air Asia India Acquisition: એર ઈન્ડિયાને લઈ શું આવ્યા મોટા સમાચાર ? જાણો વિગત
ટાટા સન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એર ઈન્ડિયા દ્વારા એર એશિયા ઈન્ડિયામાં સમગ્ર શેરહોલ્ડિંગના સંપાદનને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી છે.
Air Asia India Acquisition: કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ એર ઈન્ડિયા દ્વારા એરએશિયા ઈન્ડિયાના સંપાદનને મંજૂરી આપી છે. તે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાને કરવામાં આવેલી વિનંતી પર આધારિત છે. જ્યાં એર ઇન્ડિયાએ ઓછી કિંમતની એરલાઇન એરએશિયા ઇન્ડિયા ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
એર એશિયા બિઝનેસમાંથી થશે બહાર
મોટી આકાંક્ષાઓ સાથે ભારતમાં પ્રવેશ્યાના નવ વર્ષ પછી, મલેશિયાની એરએશિયા આ નિર્ણયના પરિણામે એરલાઇન બિઝનેસ છોડી દેશે. એરએશિયા અને ટાટા સન્સ વચ્ચેના શેરધારકોનો કરારના કારણે એરએશિયાની 16.33 ટકા માલિકી સીધી અથવા આનુષંગિક દ્વારા ખરીદશે. એર એશિયાના સ્ટોકનું સંપાદન એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જે હવે ટાટાની સંલગ્ન કંપની છે.
ચોક્કસ મર્યાદાથી વધુ હિસ્સાના વ્યવહારો માટે CCIની મંજૂરી જરૂરી
ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટેલ્સ પ્રાઇવેટ લિમિટેડે ગયા વર્ષે એર ઇન્ડિયા અને તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસને હસ્તગત કરી હતી. ટાટા સિંગાપોર એરલાઇન્સ સાથે સંયુક્ત રીતે એક સંપૂર્ણ સુવિધાયુક્ત ઉડ્ડયન સેવા વિસ્તારા પણ ચલાવે છે. નોંધનીય છે કે ચોક્કસ મર્યાદાથી વધુ હિસ્સાના વ્યવહારો માટે CCIની મંજૂરી જરૂરી છે.
આરબીઆઈમા વાગશે ગુજરાતનો ડંકો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં પણ ગુજરાતીનો ડંકો વાગ્યો છે. RBIએ મોટો નિર્ણય કર્યો છે. અમદાવાદ સ્થિત જાણીતા ફાર્મા કંપની ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પાર્ટ ટાઇમ ડિરેક્ટર તરીકે વરણી કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Zydus Lifesciences Limitedના ચેરમેન પંકજ આર. પટેલને RBI ના સેન્ટ્રલ બોર્ડમાં અંશકાલિક બિન-સત્તાવાર નિયામક તરીકે નિયુક્ત કર્યા છે, કંપનીએ મંગળવારે એક અહેવાલમાં માહિતી આપી હતી.પટેલ હાલમાં બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી, IIM, ઉદયપુરના અધ્યક્ષ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. તેઓ ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીયરિંગ ગ્રુપ (MSG) અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સહિત અન્ય ઘણી સંસ્થાઓના સભ્ય છે.
Competition Commission of India approves the acquisition of the entire shareholding in Air Asia India by Air India, a wholly-owned subsidiary of Tata Sons. pic.twitter.com/o7NrVTq18A
— ANI (@ANI) June 14, 2022