શોધખોળ કરો

ઈરાન યુદ્ધની અસર: હવે કોન્ડોમ 30% સુધી મોંઘા થશે, જાણો કિંમત વધવાનું અસલી કારણ

condom prices increase: દુનિયાની સૌથી મોટી કોન્ડોમ ઉત્પાદક કંપની કારેક્સ (Karex) 20 થી 30 ટકા ભાવ વધારવાની તૈયારીમાં. કાચા માલનો વધતો ભાવ અને શિપિંગમાં લાગતો વધુ સમય બન્યા મુખ્ય કારણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાન યુદ્ધે કોન્ડોમ ઉત્પાદકોને મોંઘવારીનો માર માર્યો.
  • કાચો માલ અને શિપિંગ ખર્ચ વધતા ભાવમાં 20-30% વધારો.
  • પુરવઠા શૃંખલા ખોરવાતા માંગ અને સ્ટોકની અછત સર્જાઈ.
  • કંપનીઓ ગ્રાહકો પર આર્થિક બોજ નાખવા મજબૂર બની.

condom prices increase: ઈરાન યુદ્ધની અસર હવે માત્ર ક્રૂડ ઓઈલ કે શેરબજાર પૂરતી સીમિત નથી રહી, પણ તે સામાન્ય માણસની અંગત જિંદગી સુધી પહોંચી ગઈ છે. દુનિયાની સૌથી મોટી કોન્ડોમ બનાવતી મલેશિયન કંપની 'કારેક્સ બીએચડી' (Karex Bhd) ટૂંક સમયમાં કોન્ડોમના ભાવમાં 20% થી 30% કે તેથી વધુનો તોતિંગ વધારો કરવા જઈ રહી છે. ઈરાન યુદ્ધના કારણે આખી દુનિયામાં સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, કાચો માલ મોંઘો થયો છે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી ગયો છે. આ તમામ પરિબળોને કારણે કંપનીનું કહેવું છે કે તેમની પાસે હવે આ આર્થિક બોજ ગ્રાહકો પર નાખવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.

કંપની પાસે ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી

તમને જણાવી દઈએ કે મલેશિયાની આ કંપની દર વર્ષે 5 અબજ (500 કરોડ) કરતાં વધુ કોન્ડોમ બનાવે છે. તે ડ્યુરેક્સ (Durex) અને ટ્રોજન (Trojan) જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સ ઉપરાંત બ્રિટનની સરકારી સ્વાસ્થ્ય સેવા (NHS) અને સંયુક્ત રાષ્ટ્રના (UN) સહાય કાર્યક્રમોને પણ સપ્લાય પૂરો પાડે છે. કંપનીના સીઈઓ ગોહ મિયાહ કિઆતે સમાચાર સંસ્થા રોઇટર્સને જણાવ્યું હતું કે, "અત્યારે પરિસ્થિતિ બહુ જ નાજુક છે અને ઉત્પાદન ખર્ચ ઘણો વધી ગયો છે. આથી, અત્યારે અમારી પાસે આ વધેલો ખર્ચ ગ્રાહકોને ટ્રાન્સફર કરવા સિવાય કોઈ જ વિકલ્પ નથી."

કાચો માલ મોંઘો અને શિપિંગમાં લાગી રહ્યો છે ડબલ સમય

ફેબ્રુઆરીના અંતમાં જ્યારે આ સંઘર્ષ શરૂ થયો, ત્યારથી કંપનીના ઉત્પાદન ખર્ચમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. કોન્ડોમ બનાવવા માટે વપરાતું કૃત્રિમ રબર, નાઇટ્રાઇલ, પેકેજિંગ સામગ્રી, એલ્યુમિનિયમ ફોઇલ અને સિલિકોન તેલ બધું જ મોંઘું થઈ ગયું છે, કારણ કે યુદ્ધના લીધે મિડલ ઈસ્ટમાંથી આવતા પેટ્રોકેમિકલ સપ્લાયને માઠી અસર પહોંચી છે. આ ઉપરાંત, શિપિંગની સમસ્યા પણ માથાનો દુખાવો બની છે. યુરોપ અને અમેરિકામાં જે માલ પહોંચતા પહેલા 1 મહિનો લાગતો હતો, તેમાં હવે 2 મહિના જેટલો સમય લાગી રહ્યો છે.

માંગમાં 30% નો વધારો અને બજારમાં સ્ટોકની અછત

માલ મોડો પહોંચવાને કારણે અને નૂર ભાડું વધવાને લીધે ગ્રાહકો પાસે સામાન્ય કરતાં ઓછો સ્ટોક બચ્યો છે, જેના લીધે બજારમાં માંગ અચાનક વધી ગઈ છે. ગોહે જણાવ્યું કે આ વર્ષે કોન્ડોમની માંગમાં લગભગ 30% નો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે વિદેશી સહાય કાર્યક્રમોમાં થયેલા મોટા કાપના કારણે પહેલાથી જ વૈશ્વિક સ્ટોક ઓછો હતો, અને તેમાં આ યુદ્ધે પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે.

હાલમાં કારેક્સ કંપનીનું કહેવું છે કે અત્યારે તેમની પાસે આગામી થોડા મહિનાઓ ચાલે તેટલો પુરવઠો છે અને તેઓ વધતી માંગને પહોંચી વળવા માટે પ્રોડક્શન વધારવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય અને કાચા માલ તથા શિપિંગની સમસ્યા ઉકેલાશે નહીં, ત્યાં સુધી ઊંચા ભાવ સહન કરવા જ પડશે.

Frequently Asked Questions

કોન્ડોમની કિંમતમાં કેટલો વધારો થવાની શક્યતા છે?

દુનિયાની સૌથી મોટી કોન્ડોમ બનાવતી કંપની કારેક્સ બીએચડી કોન્ડોમના ભાવમાં 20% થી 30% કે તેથી વધુનો વધારો કરવા જઈ રહી છે.

કોન્ડોમના ભાવ વધારાનું મુખ્ય કારણ શું છે?

ઈરાન યુદ્ધના કારણે કાચો માલ મોંઘો થયો છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે.

કયા પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે?

કોન્ડોમ બનાવવા માટે વપરાતું કૃત્રિમ રબર, પેકેજિંગ સામગ્રી અને સિલિકોન તેલ જેવી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, અને શિપિંગમાં પણ વધુ સમય લાગી રહ્યો છે.

બજારમાં કોન્ડોમની માંગ કેમ વધી રહી છે?

માલ મોડો પહોંચવાને કારણે અને નૂર ભાડું વધવાને લીધે ગ્રાહકો પાસે સ્ટોક ઓછો બચ્યો છે, જેના કારણે માંગમાં લગભગ 30% નો ઉછાળો આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget