શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના કોરોના વૉરિયર ડૉક્ટરોને ઈન્ડિગોની હવાઈ મુસાફરીમાં મળશે 25 ટકા છૂટ
દેશના મેડિકલ ફ્રન્ટ લાઈન વૉરિયર્સ ડૉક્ટરોનું એક નવા અંદાજમાં આભાર વ્યક્ત કરવા માટે ઈન્ડિગોએ એ તમામ ડૉક્ટરોને પોતાની ફ્લાઈટ ટિકિટમાં 25 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે જેઓ કોરોના સંકટમાં સેવા આપી રહ્યા છે.
નવી દિલ્હી: દેશના મેડિકલ ફ્રન્ટ લાઈન વૉરિયર્સ ડૉક્ટરોનું એક નવા અંદાજમાં આભાર વ્યક્ત કરવા માટે ઈન્ડિગોએ એ તમામ ડૉક્ટરોને પોતાની ફ્લાઈટ ટિકિટમાં 25 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે જેઓ કોરોના સંકટમાં સેવા આપી રહ્યા છે. ઈન્ડિગો એર લાઈન્સે નેશનલ ડૉક્ટર્સ ડે પર 'ટફ કુકી કેમ્પેન' લોન્ચ કર્યું છે.
ઈન્ડિગોએ કહ્યું દેશનો મેડિકલ સમુદાય એક એવા સમયે માનવતાની સેવા કરવામાં લાગ્યો છે જ્યારે દેશ અને દુનિયા કોવિડ 19ની ચપેટમાં છે. એવામાં ઈન્ડિગો આ ડૉક્ટરોનું સ્વાગત અને સમ્માન ચેક ઈન કાઉન્ટરથી લઈને હવાઈ મુસાફરીના અંત સુધી અલગ-અલગ સ્તર પર કરશે.
આ કેમ્પેન મુજબ હવે જ્યારે કોઈ ડૉક્ટર ઈન્ડિગોના ચેક ઈન કાઉન્ટર પર પહોંચશે તો તેને એક ગિફ્ટ કુકી ટિન આપવામાં આવશે. વિમાનમાં ચડતા પહેલા બોર્ડિંગ ગેટ પર તેમના નામ સાથે સ્વાગત એનાઉસમેન્ટ કરવામાં આવશે. તેમના પીપીઈ કિટ પર એક વિશેષ ટફ કુકી સ્ટિકલ લગાવવામાં આવશે. ત્યારબાદ વિમાન અંદર એક એનાઉસમેન્ટના માધ્યમથી ઓનબોર્ડ સ્વાગત કરવામાં આવશે.
ટફ કુકી કેમ્પેનમાં પોતાને રજિસ્ટર કરવા માટે નર્સ અને ડૉક્ટરોએ ઈન્ડિગો ચેક ઈન કાઉન્ટર પર પોતાની હોસ્પિટલનું આઈડી બતાવવાનું રહેશે.
ટફ કુકી કેમ્પેન અંતર્ગત 25 ટકા ડિસ્કાઉન્ટ લેવા માટે ઈન્ડિગોની વેબસાઈટના માધ્યમથી ટિકિટ બુક કરવી પડશે. આ છૂટ 1 જૂલાઈથી લાગૂ કરી દેવામાં આવી છે. આ છૂટ છ મહિના એટલે કે 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
ઈન્ડિગો એર લાઈન્સ પાસે 262 એર ક્રાફ્ટ્સ છે. આ વર્ષેના પ્રથમ ત્રણ મહિનામાં ઈન્ડિગોએ 62 ડોમેસ્ટિક અને 24 ઈન્ટરનેશનલ 1,674 ઉડાન પુરી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion