શોધખોળ કરો
કોરોના વાયરસના પ્રકોપથી બચાવશે ચીનની આ કાર, લોકોએ લેવા માટે કરી પડાપડી, 30,000થી વધારે ઓર્ડર મળ્યા
Geely Icon એસયૂવી કારવો કોન્સેપ્ટ સૌથી પહેલા 2018 Beijing Auto Show (બિઝિંગ ઓટો શો)માં રજૂ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો વિશ્વભરના 50થી વધારે દેશોમાં પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ જીવલેણ વાયરસ વિશ્વના મોટાભાગના દેશોમાં પહોંચી ગયો છે. વિશ્વભરમાં આ વાયરસ સામે લડવા માટે ઉપાય શોધવામાં આવી રહ્યા છે. હવે ચીનની એક ઓટોમોબાઈલ કંપની Geelyનું કહેવું છે કે, તેની નવી એસયૂવી Iconમાં એક એવું એર ફિલ્ટરેશન સિસ્ટમ લગાવવામાં આવી છે જે વાયરસ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને કેબિનમાં ઘુસવાથી રોકી શકે છે. શું તે કોરોના વાયરસને પણ રોકી શકે છે? જોકે હાલમાં કંપનીના આ દાવો સાબિત થઈ શક્યો નથી, પરંતુ કંપનીનું એવું માનવું છે. કાર નિર્માતા કંપની Geely, Volvo અને Lotus બ્રાન્ડની પણ માલિક છે.
કોરોના વાયરસથી લડવા માટે Geely ઓટોમોબાઈલે એક નવું ઇન્ટેલિજન્ટ એર પ્યૂરિફિકેશન સિસ્ટમ (IAPS) વિકસિત કરી છે જે N95 પ્રમાણિત છે. Geelyનું કહેવું છે કે, આ એકદમ કૂશળ છે અને એર પ્યૂરિફિકેશન સિસ્ટમ બેક્ટેરેરિયા અને વાયરસ સહિત કેબિનની હવામાં હાનિકારક તત્વોને અલગ અને નષ્ટ કરવા માટે એસયૂવીના એર કંડીશનરની સાથે સાથે મળીને કામ કરે છે.
આ એસયૂવી કારમાં ખુબ જ મહત્વું ફિચર આપવામાં આવ્યું છે અને કદાચ આ જ કારણ છે કે, COVID-19 વાયરસનો સામનો કરી રહેલ ચીનમાં આ કારના સત્તાવાર લોન્ચ પર કંપનીને Geely Icon ના 30,000થી વધુ ઓર્ડર મળી ગયા છે.
Geely Icon એસયૂવી કારવો કોન્સેપ્ટ સૌથી પહેલા 2018 Beijing Auto Show (બિઝિંગ ઓટો શો)માં રજૂ કરવામાં આવ્યો હતો. આ SUVને દુનિયાભરમાં Geelyના પાંચ વૈશ્વિક ડિઝાઇન કેન્દ્રોથી મળેલ ઇનપુટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Geely Icon પોતાના સેગમેન્ટની પ્રથમ કાર છે જેમા 48V માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ છે. 48V સિસ્ટમ Geely Autoના સૌથી 1.5-લીટર ટર્બો-ચાર્જ એન્જીન સાથે આપવામાં આવ્યું છે. જે 184 bhpનો પાવર અને 255 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. 48V સિસ્ટમની મદદથી આ કારમાં 10 kWhનો પાવર અને 45 Nmનો ટૉર્ક જોડાઇ જાય છે. જેથી આ એસયૂવી કારમાં કુલ 140 kWhનો પાવર અને 300 Nmનો ટૉર્ક મળે છે. Geely Iconમાં 7 સ્પીડ ડુઅલ-ક્લચ ટ્રાંસમિશન મળે છે અને આ કાર 7.9 સેકન્ડમાં 1-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. કંપનીનો દાવો છે કે, આ એસયૂવી કારમાં 17.5 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેઝ આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement