પહેલી એપ્રિલથી LPGની કિંમતમાં થશે ઘટાડો, પ્રતિ સિલિન્ડર કેટલા રૂપિયા આપવા પડશે ? જાણો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે (Indian Oil Corporation Limited)કહ્યું કે, નવી કિંમતો 1 એપ્રિલથી એટલે કે આવતી કાલથી લાગુ થશે. તાજેતરમાં જ એલપીજી સિલિન્ડર કુલ મળીને 125 રૂપિયા મોંઘો થયો હતો.
નવી દિલ્હી: દેશમાં એલપીજી સિલિન્ડર (LPG)ની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે (Indian Oil Corporation Limited)કહ્યું કે, નવા ભાવ 1 એપ્રિલથી એટલે કે આવતી કાલથી લાગુ થશે. તાજેતરમાં જ એલપીજી સિલિન્ડર કુલ મળીને 125 રૂપિયા મોંઘો થયો હતો. એવામાં સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતા લોકોને મોંઘવારીમાં આંશિક રાહત મળશે. દિલ્હીમાં આ હાલમાં પ્રતિ સિલિન્ડરના 819 રૂપિયા છે. હવે તેની કિંમત 809 રૂપિયા થશે.
છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ (Petrol) લીટર દીઠ 61 પૈસા અને ડીઝલ (diesel) 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. હાલમાં દિલ્હી (Delhi)માં એક લિટર ડીઝલ 80 રૂપિયા 87 પૈસા લિટર અને પેટ્રોલ 90 રૂપિયા 56 પૈસા પ્રતિ લિટરના ભાવે વેચાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ગયા મહિને પેટ્રોલનો ભાવ લિટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં ફેબ્રુઆરીથી ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે પણ રાહત મળી છે.
પહેલી એપ્રિલથી કયા કયા નિયમો બદલાશે ?
- કાલથી આઇટીઆર ફાઇલિંગને લઇને નિયમો કડક થશે. જો આપ ઇનકમ ટેક્સની મર્યાદામાં આવો છો અને જો રિટર્ન ફાઇલ નહીં કરો તો. બે ગણો TDS કપાશે.
- સિનિયર સિટીઝનોને રિટર્ન ભરવામાંથી રાહત મળશે..75 વર્ષથી વધુની ઉમરના લોકોને આઇટી રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે...
આ છુટ એ સિનિયર સિટીઝનો માટે છે, જેમની પાસે આવકના રૂપમાં પેન્શન અને વ્યાજ છે.
- .ઇનકમ ટેક્સના નવા નિયમ મુજબ કાલથી EPF માં અઢી લાખ સુધીના રોકાણ પર કોઇ ટેક્સ નહીં લાગે. કાલથી વર્ષે અઢી લાખથી વધુની રકમ પર જે વ્યાજના રૂપમાં કમાણી થશે, તેના પર ટેક્સ લાગશે.
- કાલથી ગ્રેજ્યૂટીના નિયમો પણ બદલાશે. અત્યાર સુધી કોઇ એક કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી કામ કરવા પર ગ્રેજ્યુટી મળતી હતી, પરંતુ હવે એક વર્ષ કામ કરનારા કર્મચારીને ગ્રેજ્યૂટીનો લાભ મળશે...
- જો આપનું બેંક એકાંઉટ દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિયંટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેંકમાં છે, તો પહેલી એપ્રિલથી આપની પાસબૂક અને ચેકબૂક કામ નહીં કરે. IFSC કોડ બદલાયા નવી પાસબૂક અને ચેક બૂક અપાશે. કારણ કે, આ તમામ બેંકોનું વિલય થઇ ચૂક્યું છે. .જેનો સંપૂર્ણ અમલ પહેલી એપ્રિલથી થશે...