Credit Card: SBI ક્રેડિટ કાર્ડનો કરી રહ્યાં છો યૂઝ, તો હવે આ કામ માટે 99 રૂપિયાના બદલે ચૂકવવા પડશે 199 રૂપિયા, જાણો
SBI એ આ પહેલા પણ પ્રૉસેસિંગ ફીને વધારી હતી, એસબીઆઇએ નવેમ્બર 2022 દરમિયાન ચાર્જને વધારીને 99 રૂપિયા પ્લેસ ટેક્સ કરી દીધો હતો,
Credit Card Use: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ (State Bank Of India) ક્રેડિટ કાર્ડ (Credit Card) યૂઝ કરનારા ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જો તમે ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો, તો હવે તેમારે રેન્ટ પેમેન્ટ (Rent Payment) કરવા પર વધુ ચાર્જ જમા કરાવવો પડશે. કંપનીએ રેન્ટ પેમેન્ટ પર પ્રૉસેસિંગ ફી (Processing Fee) ને વધારી દીધી છે. યૂઝર્સને મોકલવામાં આવેલા એક SMS માં જાણકારી આપવામાં આવી છે કે હવે આ સર્વિસ (Rent Payment) દરમિયાન તેમને 99 રૂપિયા અને ટેક્સની જગ્યાએ 199 રૂપિયા ટેક્સ આપવો પડશે.
આનો અર્થ છે કે, જો તમે SBIનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે રેન્ટ પેમેન્ટની સાથે પહેલાથી 100 રૂપિયા વધુ પ્રૉસેસિંગ ફી આપવી પડશે. અત્યારે ગ્રાહકોને 99 રૂપિયા પ્લસ ટેક્સની ચૂકવણી કરવાની હોય છે, આ નવા ચાર્જ યૂઝર્સ પર 15 માર્ચ, 2023 થી લાગુ થશે.
પહેલા પણ વધાર્યો છે ચાર્જ -
SBI એ આ પહેલા પણ પ્રૉસેસિંગ ફીને વધારી હતી, એસબીઆઇએ નવેમ્બર 2022 દરમિયાન ચાર્જને વધારીને 99 રૂપિયા પ્લેસ ટેક્સ કરી દીધો હતો, હવે આ ચાર્જમાં બેગણો વધારો થઇ ગયો છે. આ ઉપરાંત બાકી બેન્ક પણ આ સર્વિસ માટે લોકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે.
HDFC RuPay Credit Card: હવે HDFC બેંકનું RuPay ક્રેડિટ કાર્ડ UPI સાથે લિંક કરી શકાશે, જાણો તેની સરળ પ્રક્રિયા
HDFC રૂપે ક્રેડિટ કાર્ડને UPI સાથે કેવી રીતે લિંક કરવું?
- HDFC રુપે ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
- આ માટે સૌથી પહેલા પ્લે સ્ટોર પરથી BHIM એપ ડાઉનલોડ કરો.
- નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમે ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો.
- આ પછી, વિકલ્પમાંથી તમારા ક્રેડિટ કાર્ડનું બેંક નામ પસંદ કરો.
- આગળ તમારો અપડેટ થયેલ મોબાઈલ નંબર અહીં ભરો.
- આ પછી, આ પછી કાર્ડ પસંદ કરો અને પુષ્ટિ વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી તમારો UPI પિન જનરેટ કરો.
રુપી ક્રેડિટ કાર્ડ વડે UPI પેમેન્ટ કેવી રીતે કરવું
- ચુકવણી કરવા માટે, સૌથી પહેલા UPI QR કોડ સ્કેન કરો.
- તે પછી તમે જે રકમ ભરવા માંગો છો તે ભરો.
- આ પછી ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો.
- આ પછી UPI પિન દાખલ કરો.
- આ પછી તમારું પેમેન્ટ થઈ જશે.
આ બેંકોના રુપે ક્રેડિટ કાર્ડથી UPI પેમેન્ટ કરી શકાય છે
એચડીએફસી બેંક ઉપરાંત, તમે પંજાબ નેશનલ બેંક રુપે ક્રેડિટ કાર્ડ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રુપે ક્રેડિટ કાર્ડ અને ઈન્ડિયન બેંક રુપે ક્રેડિટ કાર્ડથી UPI ચૂકવણી કરી શકો છો. આ ત્રણેય બેંકોના ક્રેડિટ કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા HDFC જેવી જ છે.