છેલ્લા ત્રણ વર્ષમાં ક્યુપિડ લિમિટેડના શેરે 10,000% થી વધુનું છપ્પરફાડ વળતર આપ્યું છે. જો કોઈએ ₹1 લાખ રોક્યા હોત, તો આજે તે ₹1 કરોડથી વધુ થઈ ગયા હોત.
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
ક્યુપિડ લિમિટેડના શેરમાં રોકાણકારોને ફળ્યું નસીબ, શાનદાર Q1 રિઝલ્ટ બાદ કંપનીએ પોતાના નફા અને આવકનો ટાર્ગેટ પણ વધાર્યો.

- Cupid Limitedના શેરે ત્રણ વર્ષમાં 10,000% થી વધુ વળતર આપ્યું.
- એક લાખ રોકાણ એક કરોડ બન્યું; એક વર્ષમાં 700% ઉછાળો.
- Q1માં નફો 194% અને આવક 142% વધી, શાનદાર પરિણામ.
- કંપનીએ લક્ષ્ય વધાર્યો, વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો.
Cupid Limited share price: શેરબજારમાં એવા ઘણા શેર્સ છે જેણે પોતાના રોકાણકારોને રાતોરાત માલામાલ કરી દીધા હોય. આવો જ એક મલ્ટીબેગર શેર છે 'ક્યુપિડ લિમિટેડ' (Cupid Limited). આ કંપનીના શેરે માત્ર ત્રણ જ વર્ષમાં 10,000% થી વધુનું છપ્પરફાડ વળતર આપીને પોતાના રોકાણકારોનું નસીબ ચમકાવી દીધું છે.
1 લાખ રોકનારા બની ગયા કરોડપતિ
છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો, ક્યુપિડ લિમિટેડના શેરે રોકાણકારોને જબરદસ્ત કમાણી કરાવી છે. જુલાઈ 2023 માં આ શેરની કિંમત માંડ ₹2.53 આસપાસ હતી, જે આજે ઉછળીને ₹262.25 ની સપાટીએ પહોંચી ગઈ છે. આ આંકડાઓનો સીધો અર્થ એ થાય કે, જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા ₹2.53 ના ભાવે ₹1,00,000 નું રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ વધીને પૂરા ₹1 કરોડ (₹1,02,55,550) થઈ ગઈ હોત. ગણતરીના વર્ષોમાં જ આ શેરે 10334.78% નું તોતિંગ વળતર આપ્યું છે.
ટૂંકા ગાળામાં પણ શેરનો દબદબો જાળવી રાખ્યો
માત્ર લાંબા ગાળે જ નહીં, પણ ટૂંકા ગાળામાં પણ આ શેર બજારમાં પોતાનો કમાલ બતાવી રહ્યો છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેરમાં 700% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે, જો કોઈએ એક વર્ષ પહેલાં તેમાં ₹1,00,000 રોક્યા હોત, તો આજે તેની વેલ્યુ લગભગ ₹8,00,000 થઈ ગઈ હોત. એટલું જ નહીં, છેલ્લા એક મહિનામાં આ શેરે 25% નો અને વર્ષ 2026 ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં લગભગ 150% નો ઉછાળો નોંધાવ્યો છે.
શાનદાર રહ્યા Q1 ના પરિણામો
તાજેતરમાં જ કંપનીએ નાણાકીય વર્ષ 2026-27 ના પહેલા ક્વાર્ટર (Q1) ના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે કંપનીનો નફો 194% વધીને ₹44.15 કરોડ પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં માત્ર ₹15.01 કરોડ હતો. આ ઉપરાંત, આવકમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની આવક 142% વધીને ₹154.72 કરોડ થઈ ગઈ છે. મજબૂત કામગીરીના કારણે કંપનીનું EBITDA માર્જિન પણ વધીને 38.9% પર પહોંચી ગયું છે.
કંપનીએ ટાર્ગેટ વધાર્યો, વિદેશી રોકાણકારોનો ભરોસો વધ્યો
મજબૂત એક્સપોર્ટ ઓર્ડર અને સ્થાનિક બજારમાં વધેલી માંગને જોતા કંપનીએ આ વર્ષ માટે પોતાનો આવકનો ટાર્ગેટ વધારીને ₹725-750 કરોડ કરી દીધો છે. સાથે જ ચોખ્ખા નફાનો અંદાજ પણ સુધારીને ₹210-225 કરોડ કરવામાં આવ્યો છે. સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સ બનાવતી આ કંપની પાસે હાલમાં લગભગ ₹186 કરોડનું જંગી કેશ રિઝર્વ (રોકડ અનામત) છે, જ્યારે તેની સામે કંપનીનું કુલ દેવું માત્ર ₹51 કરોડ છે. એક રીતે જોઈએ તો આ લગભગ દેવામુક્ત કંપની છે. આ જ મજબૂત નાણાકીય સ્થિતિને કારણે વિદેશી રોકાણકારો (FII) નો વિશ્વાસ પણ વધ્યો છે. FII એ જૂન 2026 ના ક્વાર્ટરમાં આ કંપનીમાં પોતાનો હિસ્સો વધારીને 4.17% કરી દીધો છે, જે અગાઉના ક્વાર્ટરમાં માત્ર 1.01% જ હતો.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર આપની જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. એક રોકાણકાર તરીકે કોઈપણ શેરમાં પૈસા રોકતા પહેલા હંમેશા સર્ટિફાઇડ નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. અહીં કોઈ પણ શેરમાં રોકાણ કરવાની સીધી ભલામણ કરવામાં આવતી નથી.
Frequently Asked Questions
ક્યુપિડ લિમિટેડના શેરે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલું વળતર આપ્યું છે?
ક્યુપિડ લિમિટેડના Q1 નાણાકીય પરિણામો કેવા રહ્યા?
નાણાકીય વર્ષ 2026-27 ના Q1 માં કંપનીનો નફો 194% વધીને ₹44.15 કરોડ થયો. કંપનીની આવક પણ 142% વધીને ₹154.72 કરોડ થઈ છે.
કંપનીએ તેના ભવિષ્યના લક્ષ્યો શું નિર્ધારિત કર્યા છે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ કેવો છે?
કંપનીએ આવકનો ટાર્ગેટ ₹725-750 કરોડ અને નફાનો ટાર્ગેટ ₹210-225 કરોડ કર્યો છે. FII એ જૂન 2026 ના ક્વાર્ટરમાં પોતાનો હિસ્સો 1.01% થી વધારીને 4.17% કર્યો છે.
ક્યુપિડ લિમિટેડના શેરનું ટૂંકા ગાળાનું પ્રદર્શન કેવું રહ્યું છે?
છેલ્લા એક વર્ષમાં શેરમાં 700% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં 25% અને વર્ષ 2026 ની શરૂઆતથી અત્યાર સુધીમાં 150% નો ઉછાળો નોંધાયો છે.





















