શોધખોળ કરો
ક્રેડિટ-ડેબિટ કાર્ડના નવા નિયમ પ્રમાણે તમારા કાર્ડની કઈ સેવાઓ આવતી કાલથી થઈ શકે છે બંધ ? જાણો મહત્વનો નિયમ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સિક્યોરિટી માટે 16 માર્ચથી ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમોનો અમલ કરવા જઈ રહી છે. આ નિયમો તમામ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લાગુ પડશે અને તેમાં રિ-ઈસ્યૂ કાર્ડનો પણ સમાવેશ થાય છે.

મુંબઈઃ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમોનો રિઝર્વ બેંક સોમવારે 16 માર્ચથી અમલ કરવાની છે ત્યારે જેમની પાસે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ હોય તેમણે એક મહત્વનો નિયમ જાણી લેવા જરૂરી છે. રીઝર્વ બેંકની જાહેરાત અનુસાર, જે ડેબિટ-ક્રેડિટ કાર્ડથી એક પણ વાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો આ સેવા કાલથી બંધ થઈ જશે.
ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધરાવતી વ્યક્તિએ પોતાના હાલના કાર્ડથી અત્યાર સુધી ઓનલાઈન, કોન્ટેક્ટલેસ અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો તેમના કાર્ડ પર આ તમામ સેવા 16 માર્ચથી બંધ થઈ જશે.
રિઝર્વ બેંકે તમામ બેંકોને કહ્યું છે કે, તેઓ મોબાઈલ એપ, લિમિટ મોડિફાય કરવાના નવા બેંકિંગ વિકલ્પો અને ઈનેબલ-ડિસેબલ સેવા અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક ઉપલબ્ધ કરાવે. બેંકની બ્રાંચ અને એટીએમ પર પણ આ વિકલ્પો મળવા જોઈએ. રીઝર્વ બેંકની સૂચના અનુસાર કાર્ડના સ્ટેટસમાં જ્યારે પણ ફેરફાર થશે ત્યારે બેંક એસએમએસ/ઈ-મેઈલ થકી ગ્રાહકોને એલર્ટ/સૂચના/સ્ટેટસ ગ્રાહકને તરત જ મોકલી આપશે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
