Delhi Airport: દિલ્હી એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, એક પ્લેન કરતું ટેકઓફ અને બીજાએ કર્યું લેન્ડિંગ
Delhi Airport: એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો યોગ્ય સમયે ફ્લાઈટ રોકવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી..
Delhi Airport: બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. વિસ્તારા એરલાઇન્સના એક એરક્રાફ્ટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે અન્ય એરક્રાફ્ટ લેન્ડિંગની પ્રક્રિયામાં હતું. ATCની સૂચના બાદ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANIએ આ જાણકારી આપી છે.
અમદાવાદથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટ અને દિલ્હીથી બાગડોગરા જતી ફ્લાઇટની થઈ શકત ટક્કર
ANI અનુસાર, દિલ્હીથી બાગડોગરા જતી ફ્લાઈટ UK725 તાજેતરમાં જ ઉદ્ઘાટન કરાયેલા નવા રનવે પરથી ઉડાન ભરી રહી હતી. તે જ સમયે અમદાવાદથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટ બાજુના રનવે પર ઉતર્યા બાદ તે જ રનવેના છેડા તરફ આગળ વધી રહી હતી.
એટીસીની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
"બંને ફ્લાઈટ્સ એક જ સમયે ક્લિયર થઈ ગઈ હતી પરંતુ ATCએ તરત જ નિયંત્રણ મેળવી લીધું હતું. ફરજ પરના ATC (એર ટ્રાફિક કંટ્રોલ) અધિકારીએ વિસ્તારાને ફ્લાઈટ રદ કરવા કહ્યું," એક જાણકાર અધિકારીએ ANIને કહ્યું.
ફ્લાઇટ કેન્સલ થયા બાદ દિલ્હી-બાગડોગરા ફ્લાઇટ તરત જ પાર્કિંગ એરિયામાં પાછી ફરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં ઇંધણ ભરવામાં આવ્યું હતું જેથી પાઇલટને બાગડોગરા ખાતે ખરાબ હવામાનનો સામનો કરવો પડે તો એરક્રાફ્ટમાં દિલ્હી પરત ફરવા માટે પૂરતું ઇંધણ હતું. ઇંધણના જથ્થામાં. તેમજ બ્રેકીંગ સિસ્ટમ પણ ચેક કરવામાં આવી હતી.
Major mishap averted at Delhi airport; Vistara planes get permission for take off, landing at same time
— ANI Digital (@ani_digital) August 23, 2023
Read @ANI Story | https://t.co/cWJTQjaD8l#DelhiAirport #IGIAirport #Vistara pic.twitter.com/M60GEIDK25
મોટી દુર્ઘટના બની શકે
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો યોગ્ય સમયે ફ્લાઈટ રોકવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી.. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ, ટેક-ઓફ અને લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન કોઈપણ વિમાન કે વાહનની અવરજવરને મંજૂરી નથી.
સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશનના વરિષ્ઠ પાયલોટ અને સ્થાપક કેપ્ટન અમિત સિંઘે ANIને જણાવ્યું હતું કે નજીકના અંતરે આવેલા રનવે પરથી ફ્લાઇટ ઓપરેશનને વધુ સારી દેખરેખ અને સંભવિત અથડામણને ટાળવા માટે SOPsનું કડક પાલન જરૂરી છે.
આ પણ વાંચો
અમદાવાદથી લંડન ભણવા ગયેલા વિદ્યાર્થીના મોત મામલે સામે આવી ચોંકાવનારી માહિતી, જાણો વિગત