શોધખોળ કરો

Currency In Circulation: ડિજિટલ બેન્કિંગ મિશનને લાગ્યો મોટો ઝટકો, કોરોના મહામારી દરમિયાન કરન્સી સર્ક્યુલેશનમાં જોરદાર ઉછાળો

આરબીઆઈના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019-20માં 24,20,875 કરોડ રૂપિયા ચલણમાં હતા. જે 2020-21માં વધીને 28,26,863 કરોડ થઈ ગયા છે અને 2021-2022માં કરન્સી સર્ક્યુલેશન વધીને રૂ. 31,05,721 કરોડ થયું છે.

Currency In Circulation: 8 નવેમ્બર, 2016 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી અને બેંકિંગ સિસ્ટમમાંથી જૂની 500 અને 1000 રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી, તેથી તેનો હેતુ એ હતો કે ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવું જોઈએ. લોકોએ વધુ ડેબિટ કાર્ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, વોલેટ પેમેન્ટ અને મોબાઈલ બેન્કિંગ કરવું જોઈએ અને રોકડ પર નિર્ભરતા ઘટાડવી જોઈએ. પરંતુ કોરોના મહામારી (કોવિડ 19 મહામારી) પછી સરકારનો આ હેતુ ધોવાઈ રહ્યો છે કારણ કે દેશમાં કરન્સી સર્ક્યુલેશનમાં સતત વધારો થઈ રહ્યો છે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા 2021-22ના વાર્ષિક અહેવાલમાં આ બાબતો સામે આવી છે.

કરન્સી સર્ક્યૂલેશનમાં મોટો ઉછાળો

આરબીઆઈના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019-20માં 24,20,875 કરોડ રૂપિયા ચલણમાં હતા. જે 2020-21માં વધીને 28,26,863 કરોડ થઈ ગયા છે અને 2021-2022માં કરન્સી સર્ક્યુલેશન વધીને રૂ. 31,05,721 કરોડ થયું છે. એટલે કે કોરોના મહામારી દરમિયાન 7 લાખ કરોડ રૂપિયાનું ચલણ વધ્યું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, 2021-22માં મૂલ્યની દ્રષ્ટિએ બેંકનોટના સર્ક્યુલેશનમાં 9.9 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, નોટોની સંખ્યાના સંદર્ભમાં, સર્ક્યુલેશનમાં 5 ટકાનો વધારો થયો છે. જ્યારે 2020-21માં, મૂલ્યના સંદર્ભમાં સર્ક્યુલેશનમાં 16.8 ટકાનો વધારો થયો હતો, જ્યારે નોટોની સંખ્યાના સંદર્ભમાં સર્ક્યુલેશનમાં 7.2 ટકાનો વધારો થયો હતો.

500 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન વધ્યું

2019-20માં, જ્યાં માત્ર રૂ. 14,72,373 કરોડની બરાબર રૂ. 500નું નેટ સર્ક્યુલેશન હતું, તે 2021-22માં વધીને રૂ. 22,77,340 કરોડ થયું છે.

2000 રૂપિયાની નોટના ચલણમાં ઘટાડો

જોકે રૂ. 2,000ની કરન્સી નેટનું સર્ક્યુલેશન ઘટી ગયું છે. 2019-20માં, જ્યાં રૂ. 5,47,952 કરોડના મૂલ્યની સમકક્ષ રૂ. 2,000ની નોટ ચલણમાં હતી, તે 2020-21માં ઘટીને રૂ. 4,90,195 કરોડ અને 2021-22માં રૂ. 4,28,395 કરોડ થઈ ગઈ છે. હકીકતમાં, સરકારે સંસદમાં કહ્યું છે કે આ દિવસોમાં 2,000 રૂપિયાની નોટો છાપવામાં આવી રહી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget