શોધખોળ કરો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત, સરકાર આટલા દિવસનું બોનસ આપશે

આ બોનસ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓ સાથે કેન્દ્ર સરકારના પગાર માળખાનું પાલન કરતા કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ લાગુ પડશે.

Diwali bonus for central government employees: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પાત્ર કર્મચારીઓમાં સમૂહ 'C' અને સમૂહ 'B'ના બિન રાજપત્રિત કર્મચારીઓ સામેલ છે, જેઓ કોઈપણ ઉત્પાદકતા સાથે જોડાયેલી બોનસ યોજનાનો ભાગ નથી. બોનસની ગણતરી માટે ઉપયોગમાં લેવાતો મહત્તમ માસિક પગાર 7,000 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ લોકોને પણ મળશે બોનસનો લાભ

આ બોનસ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓ સાથે કેન્દ્ર સરકારના પગાર માળખાનું પાલન કરતા કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ લાગુ પડશે. બોનસ માટે લાયક થવા માટે, કર્મચારીઓએ 31 માર્ચ, 2024 સુધી સેવામાં હોવું જોઈએ અને વર્ષ દરમિયાન ઓછામાં ઓછી છ મહિનાની સતત સેવા પૂરી કરવી જોઈએ. જે કર્મચારીઓએ પૂરા એક વર્ષથી ઓછો સમય સેવા આપી છે, તેમને કામ કરેલા મહિનાઓની સંખ્યાના આધારે આનુપાતિક બોનસ મળશે.

કેવી રીતે થાય છે બોનસ રકમની ગણતરી

બોનસ રકમની ગણતરી સરેરાશ કમાણીને 30.4 થી ભાગીને, પછી તેને 30 દિવસ સાથે ગુણીને કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો માસિક પગાર 7,000 રૂપિયા છે, તો તેમનું બોનસ લગભગ 6,908 રૂપિયા થશે. સતત ત્રણ વર્ષ સુધી એક વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસ કામ કરનારા કેઝ્યુઅલ મજૂરો પણ આ બોનસ માટે પાત્ર રહેશે, જેની ગણતરી 1,200 રૂપિયા પ્રતિ મહિનાના આધારે કરવામાં આવશે.

આદેશ અનુસાર, તમામ ખર્ચ સંબંધિત મંત્રાલય અને વિભાગ દ્વારા મંજૂર કરાયેલા બજેટમાં આવરી લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે દિવાળી પહેલા કરવામાં આવેલી આ જાહેરાત સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આ બોનસથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તહેવારોની સિઝનમાં વધારાની આર્થિક મદદ પણ મળશે.

આ પણ વાંચોઃ

LIC: એલઆઈસીએ વીમા પોલિસીના નિયમો બદલી નાખ્યા, એન્ટ્રી એજ ઘટાડી, પ્રીમિયમ વધાર્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાગીરીનો નશો?Hun To Bolish | હું તો બોલીશ | ઉડતા ગુજરાત?Kheda Rape Case | પાડોશી જ બન્યો હેવાન..., ખેડામાં 3 બાળકી પર દુષ્કર્મના આરોપથી હડકંપ,  શેતાન ચંદ્રકાંત પટેલની ધરપકડGujarat Rain Forecast | આગામી 3 કલાક 'ભારે', ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ
'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ
તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા
તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં છૂટાછેડા નક્કી! અમિતાભ બચ્ચને આપ્યો મોટો સંકેત
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં છૂટાછેડા નક્કી! અમિતાભ બચ્ચને આપ્યો મોટો સંકેત
Embed widget