મિત્રનો મિત્રને વધુ એક મોટો ઝટકો: અમેરિકાના નવા નિયમથી ભારતે દર વર્ષે 58000 કરોડનું નુકસાન થશે!
અમેરિકાના નવા વેપાર નિયમોથી ભારતીય અર્થતંત્રને મોટો ફટકો, આ ક્ષેત્રો થશે સૌથી વધુ પ્રભાવિત.

Donald Trump India trade decision: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફના મુદ્દે ચર્ચામાં છે. ટ્રમ્પ દ્વારા 'રેસિપ્રોકલ ટેરિફ' લાગુ કરવાની ધમકીથી ભારત સહિત સમગ્ર વિશ્વના વેપાર જગતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. એક રિપોર્ટ અનુસાર, જો ટ્રમ્પનો આ કડક નિર્ણય અમલમાં આવે તો ભારતીય અર્થતંત્રને દર વર્ષે અંદાજે 58,000 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થઈ શકે છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી અને બંને નેતાઓએ સારા સંબંધોની વાત કરી હતી. જો કે, ટ્રમ્પની 'રેસિપ્રોકલ ટેરિફ'ની ધમકી ભારત માટે ચિંતાનું કારણ બની છે. સિટીગ્રુપના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ટ્રમ્પ સરકારના આ પગલાથી ભારતને દર વર્ષે લગભગ 7 અબજ ડોલર એટલે કે 58,000 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે.
આ સંકટને પહોંચી વળવા માટે ભારત સરકાર અમેરિકા સાથે નવા વેપાર કરાર પર વિચારણા કરી રહી છે, જેથી નિકાસ ક્ષેત્રોને સુરક્ષિત કરી શકાય.
આ ક્ષેત્રો પર થશે સૌથી વધુ અસર:
એવી શક્યતા છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના ઘણા મોટા ક્ષેત્રો પ્રભાવિત થશે. જેમાં મુખ્યત્વે કેમિકલ, મેટલ પ્રોડક્ટ્સ અને જ્વેલરી સેક્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને ફૂડ પ્રોડક્ટ સેક્ટરને પણ અસર થશે. કાપડ, ચામડા અને લાકડાના ઉત્પાદનો પર પણ અસર થશે, પરંતુ અન્ય ક્ષેત્રોની સરખામણીમાં તે ઓછી હોઈ શકે છે.
2024માં ભારતની અમેરિકામાં સૌથી વધુ નિકાસ:
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, વર્ષ 2024માં ભારતે અમેરિકામાં સૌથી વધુ મોતી, રત્ન અને જ્વેલરીની નિકાસ કરી હતી, જેની કિંમત આશરે 8.5 અબજ ડોલર હતી. ફાર્માસ્યુટિકલ્સ બીજા ક્રમે હતું, જેણે 8 અબજ ડોલરના ઉત્પાદનોની નિકાસ કરી હતી. પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો પણ 4 અબજ ડોલરની નિકાસ સાથે યાદીમાં સામેલ હતા.
શા માટે અમેરિકા 'રેસિપ્રોકલ ટેરિફ' લાગુ કરવા માંગે છે?
અમેરિકા 'રેસિપ્રોકલ ટેરિફ'નો મુદ્દો એટલા માટે ઉઠાવી રહ્યું છે કારણ કે ભારતનો સરેરાશ કુલ બિઝનેસ ટેરિફ 11 ટકા છે, જે અમેરિકાના સરેરાશ ટેરિફ 2.8 ટકા કરતા ઘણો વધારે છે. અમેરિકા દર વર્ષે ભારતમાં 42 અબજ ડોલરના ઉત્પાદન માલની નિકાસ કરે છે, પરંતુ ભારત દ્વારા આયાત થતી અમેરિકન વસ્તુઓ પર ઊંચો ટેરિફ લાદવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લાકડા અને મશીનરી પર 7%, જૂતા અને પરિવહન સાધનો પર 15-20%, અને ખાદ્ય ઉત્પાદનો પર 68% ટેરિફ લાદવામાં આવે છે.
જ્યારે અમેરિકા ખાદ્ય ઉત્પાદનો પર સરેરાશ 5% ટેરિફ અને ભારતીય બાઇક પર માત્ર 2.4% ટેરિફ લાદે છે, ત્યારે ભારત અમેરિકન મોટરસાઇકલ પર 100% ટેરિફ વસૂલે છે. આ અસમાનતાને કારણે અમેરિકા 'રેસિપ્રોકલ ટેરિફ' લાગુ કરવા માટે દબાણ કરી રહ્યું છે.
આ પણ વાંચો...
નવાઝ શરીફે કહ્યું- અમે કારગીલમાં દગો કર્યો, ભારતની માફી માંગવા તૈયાર છીએ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
