Driving License Rules: ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર! હવે તમારું DL આવું હશે
જો તમે નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માંગતા હોવ તો RTOમાં જઈને કરાવવાની જરૂર નહીં પડે.
Driving License New Rules 2022: જો તમે ટૂંક સમયમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા જઇ રહ્યા છો અથવા તેને રિન્યુ કરાવવાની તૈયારી કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા કામના છે. કેન્દ્રની મોદી સરકારે ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારો પછી, તમારા માટે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું અને રિન્યુ કરાવવાનું સરળ બનશે. આ સાથે, હવે તમારે તમારા ડ્રાઇવિંગ લાયસન્સના કામ માટે વારંવાર આરટીઓ કચેરીના ચક્કર નહીં લગાવવા પડશે.
નવા નિયમો 1 જુલાઈ, 2022થી લાગુ થશે.
અગાઉ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લોકોએ ટેસ્ટ આપવો પડતો હતો. પરંતુ, હવે નિયમોમાં ફેરફાર કર્યા બાદ તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની રહેશે નહીં. લોકોની સુવિધા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવાના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. આ નવા નિયમને કારણે હવે લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે. થોડા દિવસોમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તૈયાર થઈ જશે.
DL માત્ર એક પ્રમાણપત્ર દ્વારા બનાવવામાં આવશે
જો તમે નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માંગતા હોવ તો RTOમાં જઈને કરાવવાની જરૂર નહીં પડે. હવે જો તમે ડ્રાઇવિંગ શીખવા માટે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવો છો, તો ત્યાં ટ્રેનિંગ લીધા પછી, ટેસ્ટ આપીને સરળતાથી ડ્રાઇવિંગ સર્ટિફિકેટ મેળવો. આ પછી તમને આ સર્ટિફિકેટ દ્વારા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જલદી મળી જશે.
ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો કોર્સ
DL બનાવવા માટે એક કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો સમાવેશ થાય છે. આ કોર્સમાં લાઇટ મોટર વ્હીકલ (LMV) કોર્સ 4 અઠવાડિયા અને કુલ 29 કલાકનો હશે. બીજી તરફ, પ્રેક્ટિકલ કોર્સમાં તમને શહેર, ગામ, રિવર્સિંગ અને પાર્કિંગ વગેરે માટે 21 કલાકનો સંપૂર્ણ સમય મળશે. તેમજ 8 કલાકમાં તમે થિયરીની માહિતી મેળવી શકો છો.