શોધખોળ કરો
બજેટમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત, જાણો કેટલું સસ્તું થશે સોનું અને ચાંદી
સોનાની દુકાન અને કંપનીઓ ચલાવનાર જ્વેલર્સનું માનવું છે કે ઉંચી કસ્ટમ ડ્યૂટને કારણે સોનાની દાણચોરી વધી ગઈ હતી.

બજેટ 2021-22માં નાણામંત્રી નિર્મલા સીતરમણે સોના અને ચાંદી પર ડ્યૂટી 12.5 ટકા ઘટાડીને 7.5 ટકા કરવાની જાહેરાત કરી છે. તેના કારણે દેશમાં સોના અને ચાંદીની માગ વધવાની આશા વધી ગઈ છે. જ્વેલર્સનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી સોનાની માગ વધશે. જોકે તેના કારણે કિંમતમાં વધારો નહીં થાય. ડ્યૂટીમાં ઘટાડાને કારણે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આવશે. સોનાની દાણચોરી અટકશે સોનાની દુકાન અને કંપનીઓ ચલાવનાર જ્વેલર્સનું માનવું છે કે ઉંચી કસ્ટમ ડ્યૂટને કારણે સોનાની દાણચોરી વધી ગઈ હતી. સાથે જ તેનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન પણ થઈ રહ્યા હતા. તેનાથી સરકારને પણ આવકમાં ખોટ જતી હતી. સોના પર ડ્યૂટી ઘટાડવાથી હવે તેના કારોબારમાં પારદર્શિતા આવશે અને સરકારની આવક પણ વધશે. સોનાની કિંતમાં આ કારણે ઘટાડો પણ આવશે. સોનું સસ્તુ થવાથી માગ વધશે સોનું સસ્તુ થવાને કારણે દેશમાં સોના અને ચાંદીની માગ પણ વધશે. ભારતમાં 800થી 850 ટન ગોલ્ડની આયાત કરવામાં આવે છે. અંદાજે છે કે 100થી 120 ટન સોનું દેશમાં ગ્રે માર્કેટ દ્વારા લાવવામાં આવે છે. વિશ્લેષ્કોનું કહેવું છે કે સોના પર ડ્યૂટી ઘટાડવાથી સોનાના આભૂષણોની નિકાસને પણ લાભ મળશે. ગોલ્ડ જ્વેલરી યૂનિટોમાં કામ ઝડપી ધવાથી રોજગારીમાં પણ ફાયદો થશે.
વધુ વાંચો





















