Economic Survey 2024: શું AIના કારણે ખત્મ થઇ જશે અનેક નોકરીઓ? સરકારે કહી આ મોટી વાત
Economic Survey 2024: દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોજગાર પર તેની શું અસર થઈ શકે છે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
Economic Survey 2024: આર્થિક સર્વે 2024: ભારતમાં કેન્દ્ર સરકાર મંગળવારે તેનું બજેટ (Budget 2024) રજૂ કરે તે પહેલાં સરકારે સોમવારે આર્થિક સર્વે (Economic Survey) રજૂ કર્યો હતો. આર્થિક સર્વેક્ષણ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રનો નાણાકીય હિસાબ રજૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોજગાર પર તેની શું અસર થઈ શકે છે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. દરમિયાન તેમણે AIનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે નોકરીઓ માટે એક મોટા પડકાર તરીકે ઉભરી આવશે. આના કારણે દરેક ક્ષેત્ર અને દરેક કૌશલ્ય સ્તરે નોકરીની અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે.
AI ના ફાયદા અને ગેરફાયદા બંને
આર્થિક સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે નવી યુગની ટેક્નોલોજી એટલે કે AIના કારણે ઉત્પાદકતા વધશે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં રોજગાર પર નકારાત્મક અસર પણ પડી શકે છે.
ભવિષ્યમાં કામ કરવાની રીતમાં મોટો બદલાવ આવશે
આર્થિક સર્વે અનુસાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવવાથી તમામ સ્તરે નોકરીઓ પર તેની અસર અંગે અનિશ્ચિતતા છે. AIના કારણે ભવિષ્યમાં કામ કરવાની રીતમાં મોટો બદલાવ આવશે. તે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોટા ફેરફારો લાવવા માટે તૈયાર છે.
ભારત આ પરિવર્તનથી બચી શકશે નહી
ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત આ પરિવર્તનથી અછૂત રહેશે નહીં. AIને વીજળી અને ઇન્ટરનેટ જેવી સામાન્ય હેતુની ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવી છે. જેમ જેમ AI આધારિત સિસ્ટમ સ્માર્ટ બનશે તેને ઝડપથી સ્વીકારવામાં આવશે.
ગૂગલ, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ અદ્યતન AI વિકસાવી રહી છે
દુનિયાભરમાં ChatGPT મેકર, ઓપનએઆઈ ગૂગલ, માઈક્રોસોફ્ટ અને અન્ય કંપનીઓ પોતે AI તૈયાર કરી રહી છે. ઘણી કંપનીઓ મોટા ઉદ્યોગો અને કોર્પોરેટ માટે AI સિસ્ટમ તૈયાર કરી રહી છે, જેથી કેટલાક કામ ઓટોમેશન પર પૂર્ણ કરી શકાય, જેમાં ફોન કૉલ કસ્ટમર કેયર સર્વિસ, કન્ટેન્ટ રાઇટર, ટ્રાન્સલેટર, કોડિંગ, પ્રોગ્રામર જેવા કામ સામેલ છે. આગામી દિવસોમાં AI વધુ સેક્ટરમાં પહોંચશે અને તે સેક્ટરના કર્મચારીઓની નોકરીઓ પર ખતરો ઉભો કરશે.