શોધખોળ કરો
Advertisement
આર્થિક મંદીના સમયમાં આ સરકારી કંપની આપી રહી છે 9,000 લોકોને નોકરી
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, કોલ ઈન્ડિયાના 4000 એક્ઝિક્યૂટિવમાંથી 900ની નિમણૂંક જૂનિયર કેટેગરીમાં વિજ્ઞાપન અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે.
નવી દિલ્હીઃ સરકારી નોકરી શોધી રહેલા યુવક યુવતીએ માટે સારા સમાચાર છે. દેશની દિગ્ગજ સરકારી કંપની કોલ ઇન્ડિયા પોતાને ત્યાં નોકરીની તક લઈને આવી છે. કંપની 9,000 લોકોની ભરતી કરવા જઈ રહી છે. જેમાં 4,000 પદ એક્ઝિક્યૂટીવ કેડરના છે.
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, કોલ ઈન્ડિયાના 4000 એક્ઝિક્યૂટિવમાંથી 900ની નિમણૂંક જૂનિયર કેટેગરીમાં વિજ્ઞાપન અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે. બાકીના 400 લોકોની નિમણૂંક કેમ્પસ સિલેક્શનથી થશે. 100 એક્ઝિક્યૂટિવની નિમણૂંક મેડિકલ સ્ટાફ તરીકે થશે.
અધિકારીએ જણાવ્યું કે, કંપનીએ પહેલા જ 400 એક્ઝિક્યૂટિવની નિમણૂંક કરી લીધી છે જેમાં મોટાભાગના ડોક્ટર છે. 2200 લોકોની નિમણૂંક કંપની પરીક્ષાના માધ્યમથી કરશે. કંપનીની સબ્સિડિયરી કંપનીઓ 500 વર્કરો અને ટેકનિકલ કામદારોની નિમણૂંક કરશે. 2300 નોકરીઓ એ લોકોને આપવામાં આવશે જેમની જમીનનું અધિગ્રહણ કંપનીએ પોતાની પ્રોજેક્ટ માટે કર્યુ હતું. 2350 નોકરીઓ એ પરિવારના સભ્યોને આપવામાં આવશે જેમનું મોત ડ્યૂટી પર થયું હતું. તેની સાથે જ 400 નોન ટેકનિકલ પોસ્ટ માટે પણ હાયરિંગ થશે.
કોઈ સરકારી કંપની તરફથી કરવામાં આવી રહેલી છેલ્લા એક દાયકાની આ સૌથી મોટી ભરતી પ્રક્રિયા છે. એક્ઝિક્યૂટિવ લેવલની ભરતી કોલ ઈન્ડિયા કરશે જ્યારે વર્કર અને ટેકનિકલ કર્મચારીઓની ભરથી કોલ ઈન્ડિયાની સબ્સિડિયરી કંપનીઓ કરશે.
કોલ ઈન્ડિયા દુનિયાની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. ભારતીય રેલવે (Indian Railway) બાદ સૌથી વધુ કર્મચારીઓ કોલ ઈન્ડિયાની સાથે કામ કરી રહ્યા છે. કોલ ઈન્ડિયામાં લગભગ 2,80,000 કર્મચારી છે. તેમાંથી 18,000 એક્ઝિક્યૂટિવ લેવલ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion