Twitter માં કંઈક આ રીતે કર્મચારીઓને પ્રમોશન આપી રહ્યા છે એલન મસ્ક
ટ્વિટરને જ્યારથી એલન મસ્કે ખરીદી લીધુ છે ત્યારથી મસ્ક અને ટ્વિટર બંને સતત ચર્ચામાં રહે છે. ટેકઓવર કર્યા બાદ એલન મસ્ક ઘણા કર્મચારીઓને કંપનીમાંથી કાઢી ચૂક્યા છે.
elon musk: ટ્વિટરને જ્યારથી એલન મસ્કે ખરીદી લીધુ છે ત્યારથી એલન મસ્ક અને ટ્વિટર બંને સતત સમાચોરમાં રહે છે. ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ એલન મસ્ક ઘણા કર્મચારીઓને કંપનીમાંથી કાઢી ચૂક્યા છે. એક તરફ કંપનીને નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ કંપનીમાં છટણી સતત ચાલુ છે. ટ્વિટર ખરીદ્યા પછી એલન મસ્ક 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી ચૂક્યા છે. જેમાં ટ્વિટરના સીઈઓ, સીએફઓ અને પોલિસી હેડ પણ સામેલ છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે એલન મસ્કે કંપનીના ટોપ મેનેજરને નોકરીમાંથી હટાવી દિધા છે. એલન મસ્ક અને ટ્વિટર બંને સતત સમાચોરમાં રહે છે.
આ રીતે કર્મચારીઓને આપી રહ્યા છે પ્રમોશન
મીડિયા અહેવાલ મુજબ મસ્કે કંપનીના કેટલાક મેનેજરોને તેમના બેસ્ટ કર્મચારીઓની પસંદગી કરવાનું કહ્યું હતું. જ્યારે બેસ્ટ કર્મચારીઓની યાદી એલન મસ્કને સોંપવામાં આવી ત્યારે મસ્કે ઘણા મેનેજરોને નોકરીમાંથી કાઢી મૂક્યા. તેના બદલામાં મસ્કએ પસંદ કરેલા કર્મચારીઓને મેનેજરના પદ માટે પ્રમોશન આપી દિધુ હતું. હાલમાં તમે એસ્થર ક્રોફોર્ડ નામની એક મહિલા વિશે સમાચારમાં વાંચ્યું હશે જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી કારણ કે તે ટ્વિટર ઓફિસમાં ફ્લોર પર સૂતી હતી.
50 મેનેજરોને મસ્કે આ રીતે કાઢી મૂક્યા
એસ્થર ક્રોફોર્ડને પણ એલન મસ્કે આ જ રીતે કંપનીમાંથી કાઢી મૂકી. રિપોર્ટ મુજબ આશરે 50 મેનેજરોને મસ્કે આ રીતે કાઢી મૂક્યા છે અને બેસ્ટ કર્મચારીને મેનેજર પદ પર પ્રમોશન આપ્યું છે. મસ્ક દ્વારા આ પગલું એટલે લેવામાં આવ્યું જેથી મેનેજરોના પગાર પર થતા ખર્ચમાં ઘટાડો કરી શકાય. જો કે હાલમાં ટ્વિટરમાં કામ કરતા તમામ મેનેજરોને પહેલા કરતા ઓછા પગાર પર રાખવામાં આવ્યા હતા.
ગત વર્ષે એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું
એલન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યુ હતું. ટ્વિટર ખરીદ્યા પછી તેણે ઘણા મોટા પગલાં લીધાં હતા, જેમાં કર્મચારીઓની છટણી અને ટ્વિટર માટે પેઇડ સબ્સ્ક્રિપ્શનની જાહેરાત કરી હતી. ભારતમાં ટ્વિટર બ્લુ માટે મસ્ક વેબ યૂઝર્સ પાસેથી 650 અને એન્ડ્રોઇડ અને આઈઓએસ યૂઝર્સ પાસેથી 900 પ્રતિ મહિને ચાર્જ કરે છે. ટ્વિટર બ્લુમાં કંપની સામાન્ય યૂઝર્સની તુલનામાં લોકોને કેટલીક પ્રીમિયમ સેવાઓ આપે છે.