શોધખોળ કરો

EPF Interest: ઇપીએફ સબ્સક્રાઇબર્સને પ્રૉવિડન્ડ ફન્ડના પૈસા ઉપાડવા પર મળશે વધુ વ્યાજ, આવ્યો નવો નિયમ

EPF New Interest Payment Rules: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બૉર્ડ ઓફ ટ્રસ્ટીઝે EPF ક્લેમ સેટલમેન્ટ દરમિયાન વ્યાજની ચૂકવણી માટેના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે

EPF New Interest Payment Rules: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ સક્રિય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. હવે EPF સભ્યોને ક્લેમ સેટલમેન્ટ દરમિયાન તેમના પ્રૉવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવેલા પૈસા પર વધુ વ્યાજ મળશે. EPFO (એમ્પ્લૉઈઝ પ્રૉવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) એ ઈપીએફ ક્લેમ સેટલમેન્ટમાં વ્યાજની ચૂકવણી માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ ઉપરાંત EPFO ​​સબસ્ક્રાઇબર્સના પ્રૉવિડન્ટ ફંડના દાવાઓની પતાવટ પણ ઝડપથી થઈ શકે છે.

EPF ક્લેમ સેટલમેન્ટના નિયમોમાં ફેરફાર 
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બૉર્ડ ઓફ ટ્રસ્ટીઝે EPF ક્લેમ સેટલમેન્ટ દરમિયાન વ્યાજની ચૂકવણી માટેના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે. આ દિશામાં CBT એ EPF સ્કીમ 1952 ના ફકરા 60(2)(b) માં મહત્વપૂર્ણ સુધારાને મંજૂરી આપી છે. ઈપીએફ સ્કીમની હાલની જોગવાઈઓ મુજબ, મહિનાની 24મી તારીખ સુધીના દાવાની પતાવટના દાવાઓ માટે અગાઉના મહિનાના અંત સુધી જ વ્યાજ ચૂકવવાની જોગવાઈ હતી. પરંતુ નવા નિયમો હેઠળ EPF સભ્યોને તેમના ભવિષ્ય નિધિ પર ચૂકવવામાં આવતું વ્યાજ દાવાની પતાવટની તારીખ સુધી ચૂકવવામાં આવશે.

પ્રૉવિડન્ટ ફન્ડ પર હવે વધુ હસે ઇન્ટરેસ્ટ ઇન્કમ 
EPFOના આ નિર્ણયથી EPF સભ્યોને તેમના પ્રૉવિડન્ટ ફંડ કૉર્પસ પર વધુ વ્યાજ મળશે અને આ નિર્ણયને કારણે સબસ્ક્રાઈબર્સની ફરિયાદો ઓછી થઈ શકશે. CBTના આ નિર્ણયને કારણે EPF સભ્યોને દાવાની પતાવટની તારીખ સુધી વ્યાજ મળશે. અગાઉ, જો 24મી તારીખ પહેલાં ભંડોળ પાછું ખેંચવામાં આવ્યું હોય, તો તે મહિના પહેલાના મહિના માટે જ વ્યાજ ચૂકવવામાં આવતું હતું. જેના કારણે EPF સભ્યોને વ્યાજની ખોટ સહન કરવી પડી હતી.

આખા મહિના માટે મળશે વ્યાજ 
EPF યોજનાના જૂના નિયમ હેઠળ EPF સભ્યોને વ્યાજની ખોટથી બચાવવા માટે વ્યાજની ચૂકવણીના દાવાઓ પર 25મીથી મહિનાની છેલ્લી તારીખ સુધી પ્રક્રિયા કરવામાં આવી ના હતી. પરંતુ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના નવા નિર્ણય પછી આવા દાવાઓ પર આખા મહિના માટે પ્રક્રિયા કરવામાં આવશે, જેનાથી પેન્ડિંગ કેસોની સંખ્યામાં ઘટાડો થશે, સમયસર સમાધાન શક્ય બનશે અને સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે.

2024-25 માં 1.57 લાખ કરોડનો ક્લેમ સેટલમેન્ટ 
નાણાકીય વર્ષ 2023-24 સુધી EPFO ​​એ 1.82 લાખ કરોડ રૂપિયાના કુલ 4.45 કરોડ પ્રૉવિડન્ટ ફંડ દાવાઓનું સમાધાન કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 1.57 લાખ કરોડ રૂપિયાના કુલ 3.83 કરોડ EPF દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો

EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget