EPFO Alert: તમારી જાણ બહાર જ ઉપડી શકે છે તમારા PFના રૂપિયા, EPFOએ એલર્ટ જાહેર કર્યું, જાણો વિગતે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેના ખાતાધારકોને પીએફ ખાતું અને વ્યક્તિગત માહિતી પોતાની પાસે રાખવાની સલાહ આપી છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એલર્ટ જાહેર કર્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેના 6 કરોડથી વધુ ખાતાધારકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. EPFO એ તેના ખાતાધારકોને તેમના ખાતા સંબંધિત માહિતી અંગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. જો ખાતાધારકો સાવચેત અને સાવધાન ન હોય તો તેમને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. EPFO એ આ તમામ બાબતો માટે અને તેના ખાતાધારકોના ખાતાને સુરક્ષિત રાખવા માટે એલર્ટ જારી કર્યું છે.
EPFO ચેતવણી
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેના ખાતાધારકોને પીએફ ખાતું અને વ્યક્તિગત માહિતી પોતાની પાસે રાખવાની સલાહ આપી છે. તેણે તેને કોઈની સાથે શેર કરવાની ના પાડી દીધી છે. આ સિવાય EPFO એ તેના ખાતાધારકોને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા અંગે ચેતવણી પણ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ટ્વિટર દ્વારા આ ચેતવણી આપી છે. આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેના ખાતાધારકો પાસેથી ફોન કોલ પર ક્યારેય UAN નંબર, આધાર નંબર, પાન માહિતી અથવા બેંક ખાતાની વિગતો માંગતો નથી. આ સિવાય, EPFO ક્યારેય તેના ખાતાધારકોને ફોન નથી કરતું.
#EPFO never asks it's members to share their personal details. Stay alert & beware of fraudsters.#SocialSecurity #PF #ईपीएफ #Employees #Services pic.twitter.com/FOul1jSNnf
— EPFO (@socialepfo) September 6, 2021
ફેક કોલથી સાવચેત રહો
EPFO એ તેના ખાતાધારકોને ફેક કોલથી સાવચેત રહેવાની સૂચના આપી છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને દેશમાં વધી રહેલા છેતરપિંડીના કેસોને જોતા આ એલર્ટ જારી કર્યું છે. EPFO એ તેના સબ્સ્ક્રાઇબર્સને નકલી વેબસાઇટ્સથી બચવાની સલાહ પણ આપી છે. EPFO એ તેના ખાતાધારકોના હિતમાં જે રીતે ચેતવણી જારી કરી છે તેને ધ્યાનમાં લેતા આને હળવાશથી લેવાથી મોટું નુકસાન થઈ શકે છે.