EPFO ના નવા નિયમ મુજબ, હવે ₹1800 થી ઉપરનું PF યોગદાન સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે. આનાથી તમારી ટેક-હોમ સેલરી પર સીધી અસર પડશે.
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
EPFO New Rule: પ્રોવિડન્ટ ફંડ (PF) ના યોગદાનના નિયમોમાં EPFO ના નવા ફેરફાર હેઠળ, હવે 1800 રૂપિયાથી ઉપરનું પીએફ તમારી મરજીથી જ કાપવામાં આવશે. આની સીધી અસર તમારી ટેક-હોમ (ઇન-હેન્ડ) સેલરી પર જોવા મળશે.

- EPFOનો નવો નિયમ: ₹1800થી વધુ PF યોગદાન વૈચ્છિક.
- ₹15,000 પગાર મર્યાદા સુધી 12% યોગદાન ફરજિયાત રહેશે.
- વૈચ્છિક PF નહીં કપાવતા, હાથમાં આવતો પગાર વધશે.
EPFO New Rule: પ્રોવિડન્ટ ફંડ (PF) ના યોગદાનના નિયમોમાં EPFO ના નવા ફેરફાર હેઠળ, હવે 1800 રૂપિયાથી ઉપરનું પીએફ તમારી મરજીથી જ કાપવામાં આવશે. આની સીધી અસર તમારી ટેક-હોમ (ઇન-હેન્ડ) સેલરી પર જોવા મળશે.
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ પોતાના આઠ કરોડ એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ માટે પ્રોવિડન્ટ ફંડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેની અસર તમારી ટેક-હોમ સેલરી પર પડી શકે છે. નવા નિયમ અંગે EPFO એ જણાવ્યું છે કે, હવેથી દર મહિને 1800 રૂપિયાથી ઉપરનું પીએફ કોન્ટ્રિબ્યુશન (PF Contribution) સંપૂર્ણપણે સ્વૈચ્છિક એટલે કે વોલન્ટરી રહેશે.
કર્મચારી પાસે વધુ પીએફ કપાવવાનો ઓપ્શન રહેશે
નવા નિયમ હેઠળ, કાનૂની વેતન મર્યાદા (જે અત્યારે દર મહિને 15,000 રૂપિયા છે) સુધી 12% નું યોગદાન અનિવાર્ય છે. તેનાથી વધુનું કોન્ટ્રિબ્યુશન સ્વૈચ્છિક ગણાશે. બુધવારે નોટિફાય કરવામાં આવેલી 'એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ્સ સ્કીમ, 2026' ની જોગવાઈઓ અનુસાર, "કોઈપણ કર્મચારી કાનૂની વેતન મર્યાદાથી વધુ પગાર પર કાનૂની દર અથવા તેનાથી વધુ કોઈપણ દરે સ્વૈચ્છિક ધોરણે વધારાનું યોગદાન આપવાનો વિકલ્પ પસંદ કરી શકે છે."
બધા માટે નથી આ નવો નિયમ
એટલે કે જો તમારી બેઝિક સેલરી (મૂળ પગાર) દર મહિને 15,000 રૂપિયા કે તેથી વધુ છે, તો સરકારના નિયમ મુજબ તમારે તેના 12% એટલે કે દર મહિને 1800 રૂપિયા પીએફ કોન્ટ્રિબ્યુશન તરીકે આપવાના રહેશે. નિયમોમાં કરવામાં આવેલો આ નવો ફેરફાર એવા લોકો માટે છે જેમનો પગાર ઘણો વધારે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈની બેઝિક સેલરી 50,000 રૂપિયા છે, તો પહેલાના નિયમ મુજબ તેના પગારમાંથી 12% (અંદાજે 6000 રૂપિયા) પીએફ તરીકે કાપી લેવામાં આવતા હતા. હવે નવા નિયમ હેઠળ, ભલે તમારી બેઝિક સેલરી દર મહિને 1 લાખ રૂપિયા હોય, પરંતુ કંપની માત્ર શરૂઆતની 15,000 રૂપિયાની લિમિટ પર જ 1800 રૂપિયા કાપશે, જે ફરજિયાત છે. આમાં એમ્પ્લોયર (કંપની) નું યોગદાન પણ એટલું જ રહેશે. બાકી બચેલા પગાર પર તમારે નિવૃત્તિ બચત (Retirement Savings) તરીકે વધુ પીએફ કપાવવું છે કે નહીં, તે સંપૂર્ણપણે તમારી મરજી પર નિર્ભર રહેશે.
આનાથી તમને શું ફાયદો થશે?
જો તમે 15,000 રૂપિયાથી ઉપરના બાકી બચેલા પગાર પર પીએફ નથી કપાવતા, તો તે રકમ તમારી ટેક-હોમ સેલરીમાં ઉમેરી દેવામાં આવશે. એટલે કે તમારો હાથમાં આવતો પગાર વધીને આવશે. આનાથી કંપનીઓને પણ ફાયદો થશે કારણ કે તેમણે પણ કાનૂની રીતે કર્મચારીના મોટા પગાર પર તે મુજબનું મોટું કોન્ટ્રિબ્યુશન આપવું પડશે નહીં.
Frequently Asked Questions
EPFO ના નવા નિયમ હેઠળ PF યોગદાનમાં શું ફેરફાર થયો છે?
નવા નિયમ મુજબ ફરજિયાત PF યોગદાન કેટલું રહેશે?
કાનૂની વેતન મર્યાદા ₹15,000 ના 12% એટલે કે દર મહિને ₹1800 નું યોગદાન ફરજિયાત રહેશે. તેનાથી વધુનું યોગદાન સ્વૈચ્છિક ગણાશે.
આ નવા નિયમથી કયા કર્મચારીઓને ફાયદો થશે?
આ નવો નિયમ એવા કર્મચારીઓ માટે છે જેમનો મૂળ પગાર ₹15,000 કે તેથી વધુ છે. જો તેઓ વધારાનું PF ન કપાવે તો તેમની ટેક-હોમ સેલરી વધશે.
આ ફેરફાર મારી ટેક-હોમ સેલરીને કેવી રીતે અસર કરશે?
જો તમે ₹15,000 થી ઉપરના પગાર પર વધારાનું PF નથી કપાવતા, તો તે રકમ તમારી ટેક-હોમ સેલરીમાં ઉમેરાઈ જશે. આનાથી તમારો હાથમાં આવતો પગાર વધશે.






















