શોધખોળ કરો

EPFO Pension: જો તમારે વધુ પેન્શન જોઈએ છે, તો 3 માર્ચ સુધીમાં આ કામ કરવું પડશે, અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

EPFOએ કહ્યું કે એક સુવિધા આપવામાં આવશે, જેના માટે URL (યુનિક રિસોર્સ લોકેશન) ટૂંક સમયમાં જણાવવામાં આવશે.

EPFO Pension: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. સંસ્થાએ કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ વધુ પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે સોમવારે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ મુજબ, સબસ્ક્રાઇબર અને એમ્પ્લોયર પેન્શન વધારવા માટે સંયુક્ત રીતે અરજી કરી શકશે. નવેમ્બર 2022 માં, સુપ્રીમ કોર્ટે કર્મચારી પેન્શન (સુધારા) યોજના, 2014 ને સમર્થન આપ્યું હતું. અગાઉ, 22 ઓગસ્ટ, 2014 ના EPS સુધારણામાં પેન્શનપાત્ર પગાર મર્યાદા પ્રતિ માસ રૂ. 6,500 થી વધારીને રૂ. 15,000 પ્રતિ માસ કરવામાં આવી હતી. ઉપરાંત, સબ્સ્ક્રાઇબર્સ અને તેમના એમ્પ્લોયરને તેમના વાસ્તવિક પગારના 8.33 ટકા EPSમાં યોગદાન આપવાની મંજૂરી આપવામાં આવી હતી. EPFOએ તેના ફિલ્ડ ઓફિસરોને આ અંગે એક પરિપત્ર જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે 4 નવેમ્બર 2022ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ મુજબ વધુ પેન્શન માટે અરજી કરવાની અંતિમ તારીખ 3 માર્ચ છે. લાયક સબ્સ્ક્રાઇબર્સ કે જેઓ અગાઉ અરજી કરી શક્યા ન હતા તેઓ પણ હવે અરજી કરી શકે છે.

EPFOએ કહ્યું કે એક સુવિધા આપવામાં આવશે, જેના માટે URL (યુનિક રિસોર્સ લોકેશન) ટૂંક સમયમાં જણાવવામાં આવશે. આ પ્રાપ્ત કર્યા પછી, પ્રાદેશિક પીએફ કમિશનર વ્યાપક જાહેર માહિતી માટે નોટિસ બોર્ડ અને બેનરો દ્વારા માહિતી આપશે. આદેશ અનુસાર, દરેક અરજી રજીસ્ટર થવી જોઈએ, ડિજિટલી લોગ કરવામાં આવશે અને અરજદારને એક સ્વીકૃતિ નંબર આપવામાં આવશે. સંબંધિત પ્રાદેશિક ભવિષ્ય નિધિ કચેરીના પ્રભારી અધિકારી ઉચ્ચ પગાર પર સંયુક્ત વિકલ્પના દરેક કેસની તપાસ કરશે. ત્યારબાદ, અરજદારને ઈ-મેલ/પોસ્ટ દ્વારા અને બાદમાં SMS દ્વારા નિર્ણય વિશે જાણ કરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના 4 નવેમ્બર, 2022ના આદેશના પાલનમાં આ સૂચનાઓ જારી કરવામાં આવી રહી છે.

કોને ફાયદો થશે

જે કર્મચારીઓ 31 ઓગસ્ટ, 2014ના રોજ EPSના સભ્ય હતા અને જેમણે EPS હેઠળ ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો ન હતો, તેમની પાસે 3 માર્ચ પહેલા આમ કરવાનો સમય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, લાયકાત ધરાવતા કર્મચારીઓ ચુકાદાની તારીખથી ચાર મહિનાની અંદર EPS અને તેનાથી વધુ પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે. કોર્ટના નિર્ણય અનુસાર કર્મચારીઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રથમ શ્રેણીમાં એવા કર્મચારીઓને રાખવામાં આવ્યા હતા જેઓ 1 સપ્ટેમ્બર, 2014 પહેલા EPSના સભ્ય હતા અને જેમણે ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો હતો. બીજી શ્રેણીમાં એવા કર્મચારીઓને રાખવામાં આવ્યા હતા, જેઓ 1 સપ્ટેમ્બર, 2014ના રોજ EPSના સભ્ય હતા, પરંતુ તેઓ વધુ પેન્શન મેળવવાનો વિકલ્પ ચૂકી ગયા હતા. EPFO એ પ્રથમ શ્રેણી માટે 29 ડિસેમ્બર, 2022 ના રોજ પરિપત્ર બહાર પાડ્યો હતો.

કેવી રીતે અરજી કરવી

વધુ પેન્શન મેળવવા માટે, EPS સભ્યને તેની નજીકની EPFO ​​ઓફિસમાં જવું પડશે. ત્યાં તેઓએ અરજી સાથે કેટલાક દસ્તાવેજો પણ જમા કરાવવા પડશે. કમિશનર દ્વારા આપવામાં આવેલ પદ્ધતિ અને ફોર્મેટ મુજબ અરજી આપવાની રહેશે. સંયુક્ત વિકલ્પમાં ડિસ્ક્લેમર અને ઘોષણા પણ હશે. જો પ્રોવિડન્ટ ફંડમાંથી પેન્શન ફંડમાં એડજસ્ટમેન્ટ કરવાની જરૂર હોય, તો સંયુક્ત ફોર્મમાં કર્મચારીની સંમતિની જરૂર પડશે. એક્ઝેમ્પ્ટેડ પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટમાંથી પેન્શન ફંડમાં ફંડ ટ્રાન્સફર કરવાના કિસ્સામાં, ટ્રસ્ટીએ બાંયધરી સબમિટ કરવી પડશે. એકવાર અરજી સબમિટ થઈ જાય, તે પરિપત્ર મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં URL (યુનિક રિસોર્સ લોકેશન) આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Embed widget