(Source: ECI/ABP News/ABP Majha)
EPFO Wage Limit: EPFO હેઠળ આવનારા કર્મચારીઓને સરકાર આપી શકે છે ભેટ, આટલા રૂપિયા થઇ શકે છે લઘુતમ વેતન મર્યાદા
EPFO Wage Limit: કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા છેલ્લે 2014માં બદલાઈ હતી. ત્યારે લઘુત્તમ વેતન મર્યાદા 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરવામાં આવી હતી
EPFO Wage Limit Hike: સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા (Minimum wage ceiling) વર્તમાન 15000થી વધારીને 21000 રૂપિયા કરી શકે છે. આ સિવાય EPFOમાં જોડાવા માટે કોઈપણ કંપની માટે 20 કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 10-15 કરવામાં આવી શકે છે જેનાથી વધુને વધુ કંપનીઓને EPFOના દાયરામાં લાવી શકાય.
કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા છેલ્લે 2014માં બદલાઈ હતી. ત્યારે લઘુત્તમ વેતન મર્યાદા 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 10 વર્ષમાં આ મર્યાદામાં કોઈ ફેરફાર થયો નથી. ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ મુજબ વર્તમાન શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તમામ પડતર કેસોની સમીક્ષા કરી રહ્યા છે અને સરકાર પણ માને છે કે કર્મચારી ભવિષ્ય નિધિ માટે લઘુત્તમ વેતન મર્યાદાની સાથે ઈપીએફ સાથે જોડાનારા કર્મચારીઓની સંખ્યાની લિમિટ પણ વધારવાની જરૂર છે.
લઘુત્તમ પગાર મર્યાદા વધારીને 21,000 રૂપિયા કરવાથી ભવિષ્ય નિધિ માટે કર્મચારીઓના પગારમાંથી વધુ પૈસા કાપવામાં આવશે અને કર્મચારી પેન્શન યોજના (EPS)માં યોગદાન પણ વધશે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંનેએ EPFમાં બેઝિક પગારના 12 ટકા યોગદાન આપવું જરૂરી છે. જો કર્મચારીના હિસ્સાના 12 ટકા EPF ખાતામાં જમા થાય છે, તો કંપનીના હિસ્સાના 12 ટકામાંથી 8.33 ટકા EPS (Employees Pension Scheme)માં અને 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે. EPF હેઠળ લઘુત્તમ પગાર મર્યાદામાં વધારાને કારણે કર્મચારીના પગારમાંથી EPF ખાતામાં વધુ રકમ જમા થશે એટલું જ નહીં, EPS યોગદાન પણ વધશે.
વાસ્તવમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકોમાં લઘુત્તમ પગાર મર્યાદામાં ઘણી વખત વધારો કરવાની માંગ કરવામાં આવી છે, જેના સભ્યો કર્મચારી યુનિયનના સભ્યો છે.
Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ